બાગાયત વિભાગ પાટણ દ્વારા ”શાકભાજી પાકો માટે કલસ્ટર ડેવલોપમેન્ટ” એક દિવસીય સેમીનાર યોજાયો
પાટણ જીલ્લામાં શાકભાજી પાકોનો વાવેતર વિસ્તાર વધે અને ખેડુતો નવિનતમ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી એકમ વિસ્તાર દીઠ વધુ આવક મેળવી પોતાની આવક વધારી શકે તે માટે નાયબ બાગાયત નિયામકની કચેરી પાટણ દ્વારા શહેરના ખોડીયાર માતા મંદિર પરિસરમાં એક દિવસીય ”શાકભાજી પાકો માટે કલસ્ટર ડેવલોપમેન્ટ” સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં ઉત્તમભાઇ દેસાઇ બાગાયત અધિકારીશ્રી સિધ્ધપુર દ્વારા ક્રાર્યક્રમમાં પધારેલ મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા. ડૉ. યોગેશ પવાર વૈજ્ઞાનિક (બાગાયત) કે.વી.કે., દાંતીવાડા કૃષિ યુનિ., ડીસા દ્વારા જીલ્લાના ખેડુતોને શાકભાજી પાકોની ખેતી પધ્ધતિ અને સંકલિત રોગ જીવાત નિયંત્રણ વિષય પર ખુબ જ ઉંડાણપુર્વક સમજ આપવામા આવી હતી.
સચીનકુમાર દરજી વિષય નિષ્ણાંત (બાગાયત) કે.વી.કે., સમોડા દ્વારા શાકભાજી પાકોમાં ધરુ ઉછેર અને જાળવણી વિશે તેમજ શ્રી મુકેશભાઇ લિંમ્બાચીયા દ્વારા ખેતીવાડી વિભાગની યોજનાઓ તેમજ નેનો યુરીયાનો ઉપયોગ વધારવા તેમજ ફાર્મર રજીસ્ટ્રી બાબતે ખેડુતોને માહિતી આપવામાં આવી હતી.
અમિતભાઇ દેસાઇ બાગાયત અધિકારી હારીજ દ્વારા બાગાયત ખાતાની સહાય યોજનાઓ વિશે જ્યારે શ્રી બ્રિજેશ વઢેર, ગુજ. એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ. ગાંધીનગર દ્વારા PMFME યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. તથા હિતેશ પટેલ દ્વારા આત્મા વિભાગની યોજના અને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અનંત પટેલ દ્વારા સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિના ફાયદા સમજાવી ટપક અને ફુંવારા પધ્ધતિ અપનાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી. સેમીનારમાં પ્રગતિશીલ ખેડુત ભેમાજી ઠાકોર, રોડા અને મગનભાઇ પટેલ, અનાવાડા દ્વારા પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતીના પોતાના અનુભવો ખેડુતો સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા.
- પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
- Income Tax Recruitment 2025 । Income Tax વિભાગમાં લેખિત પરીક્ષા વગર નોકરીની તક
- બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
- રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો