પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને મંત્રી બળવંતસિંહ રાજપુત, મંત્રીશ્રી જગદિશભાઇ વિશ્વકર્મા તથા રાજ્યકક્ષા મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના ઉદ્યોગ સાહસિકોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
સદરહુ કાર્યક્રમમાં પાટણ જીલ્લાના સિધ્ધપુર તાલુકાના સરસ્વતી નદીપટ્ટમાં સાદીરેતી ખનિજની ક્વોરી લીઝ મેળવવા હેતુ કરવામાં આવેલ ઇ – ઓક્શનમાં ભાગ લઇ સકસેસફુલ બિડર બનેલ શૈલેષભાઇ મફતલાલ રાવલને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અને મંત્રીશ્રીઓની ઉપસ્થિતીમાં લેટર ઓફ ઇન્ટેન્ટ (ઇરાદાપત્ર) આપી સન્માન કરવામાં આવ્યું હતું એવું મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજખાતુ પાટણની અખબારી યાદીમાં જણાવ્યું છે.