PM-KISAN સન્માન નિધિ યોજનાના તમામ લાભાર્થીઓએ આગામી ૧૯ મા હપ્તાનો લાભ મેળવવા ફાર્મર રજિસ્ટ્રી હેઠળ સત્વરે નોંધણી કરાવવી
PM-KISAN : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને વાર્ષિક ₹ ૬,૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામા આવે છે. કેંદ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં પાત્રતા ધરાવતા ખેડૂતોએ સેલ્ફ રજિસ્ટ્રેશનથી અરજી કરવા માટે તા.૦૧/૦૧/૨૦૨૫ થી ફાર્મર આઈડી ફરજીયાત કરવામાં આવનાર છે. નવા અરજદારોએ પહેલા ફાર્મર રજિસ્ટ્રીમાં ફરજીયાત નોંધણી કરાવવી પડશે. PM-KISAN યોજનામાં સેલ્ફ રજીસ્ટ્રેશન અરજી કરતા સમયે એપ્લીકેશન ફોર્મમાં ફાર્મર આઈડી ની વિગત આપવી પડશે.
રાજ્યમાં Agri Stack -DPI હેઠળ ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી ગ્રામ્ય લેવલે ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અત્રેના પાટણ જિલ્લાના PM-KISAN યોજનાના તમામ લાભાર્થીઓએ યોજનાના આગામી ૧૯ મા હપ્તાનો લાભ મેળવવા ફાર્મર રજિસ્ટ્રી હેઠળ સત્વરે નોંધણી કરાવવા તેમજ નવા અરજદારોએ પી.એમ કિસાન પોર્ટલ પર અરજી કરતા પહેલા ફાર્મર આઈડી મેળવવો જરૂરી છે.
ફાર્મર આઈડી બનાવવા માટે આપના ગામના વી.સી.ઈ.નો સંપર્ક કરીને બનાવી શકાશે, ખેડૂત પોતે પણ મોબાઈલમાં Agri stack App ડાઉનલોડ કરી ફાર્મર આઈડી બનાવી શકશે. તદુપરાંત નજીકના કોમન સર્વિસ સેન્ટર(CSC)નો સમ્પર્ક કરી ફાર્મર આઈડી બનાવી શકાશે અને આ માટે લાભાર્થીએ આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર તેમજ જમીન ખાતાની વિગતોની જરૂરી રહેશે. વધુ માહીતી માટે તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક(ખેતી) / તલાટી ક.મંત્રી / રેવન્યુ તલાટીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પાટણની અખબારી યાદીમાં જણાવ્યું છે.
- પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
- Income Tax Recruitment 2025 । Income Tax વિભાગમાં લેખિત પરીક્ષા વગર નોકરીની તક
- બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
- રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો