વીર મેઘમાયા ની ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરાતા પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીનું સન્માન કરાયુ
આશરે ૧૦૦૦ વર્ષ પહેલા ગુજરાતના સુવર્ણ યુગમાં પાટનગર પાટણના મહારાજ સિદ્ધરાજ જયસિંહ એ પાણી ની સમસ્યા માટે સહસ્ત્રલિંગ સરોવર નું ભવ્ય નિર્માણ કરાવ્યું હતું પરંતુ સતિના શ્રાપના કારણે સહસ્ત્રલિંગ સરોવરમાં પાણીના આવતા બત્રીસ લક્ષણા પુરુષ બલિદાન આપે તો પાણી આવશે તેવું પંડિતોએ જણાવેલ જે શ્રાપ નિવારણ કરવા સહસ્ત્રલિંગ સરોવરમાં ધોળકાના રનોડા ગામના વણકર પરિવારના બત્રીસ લક્ષણા, મહામાનવ યુગ પુરુષ શ્રી વીર મેઘ માયા એ પોતાના દેહનું બલિદાન આપી સહસ્ત્રલિંગ સરોવરમાં પાણી છલકાવી તમામ પાણી વિના ટળવળતા જીવાત્માઓને જીવતદાન આપ્યું હતું.
અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારના લોકપ્રિય પ્રભાવશાળી પૂર્વ સાંસદ, અનુસુચિત જાતિ જનજાતિ સંસદીય સમિતિના પૂર્વ ચેરમેન ડો. કિરીટભાઈ પી. સોલંકી એ વીર મેઘ માયા વિશ્વ મેમોરીયલ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ સેન્ટરના ચેરમેન પદ સંભાળ્યા બાદ શ્રી વીર મેઘમાયા નું નામ સમગ્ર દેશમાં અને વિશ્વ કક્ષાએ લઇ જવા કટિબદ્ધ છે તેઓના કાર્યકાળ દરમ્યાન તા.૧૦/૦૨/૨૦૨૨ ના રોજ સંસદમાં શૂન્ય કાળમાં સામાજિક સમરસતાના પ્રથમ બલિદાની મહાપુરુષ “શ્રી વીર મેઘમાયા” ના નામ થી ટપાલ ટીકીટ બહાર પાડવા રજૂઆત કરવામાં આવી હતી
જે 31 ડિસેમ્બર, 2024 ના રોજ અમદાવાદના ક્ષેત્રીય કાર્યાલય થી ભારત સરકાર ના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા ગુજરાતના બલિદાનની સંત ‘વીર મેઘમાયા’ પર એક સ્મારક ટપાલ ટિકિટ ‘વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર’ ના ચેરમેન અને પૂર્વ સાંસદ ડૉ. કિરીટ સોલંકી અને તેઓઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ ના વરદ હસ્તે તાજેતરમાં આ ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવામાં આવતા પાટણ નગરપાલિકા કોર્પોરેટર રાજેન્દ્રકુમાર કે. હિરવાણીયા અને પાટણ ના જાણીતા એન્જિનિયર તેમજ વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર ના કારોબારી સભ્ય પરેશભાઈ મકવાણા એ ગુજરાતના પનોતા પુત્ર માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી પૂર્વ સાંસદ ડૉ.કિરીટભાઈ સોલંકી અને પોસ્ટ માસ્ટર જનરલ કુષ્ણ કુમાર યાદવ નું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો.
તેઓના આ ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવાના આ ઐતિહાસિક કાર્ય થી દેશ-વિદેશમાં શ્રી વીર મેઘમાયા દેવના બલિદાન અને જનકલ્યાણ વિશે લોકોને માહિતી અને પ્રેરણા મળશે.
અત્રે ઉલ્લેખનીય છેકે શ્રી વીર મેઘ માયાનુ નામ સમગ્ર દેશ અને વિશ્વ કક્ષાએ લઇ સતત પ્રયત્નશીલ છે તેઓએ સૌ પ્રથમ દિલ્હી ખાતે વીર મેઘમાયા વિશ્વ મેમોરીયલ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ સેન્ટરના તમામ પદાધિકારીઓને દિલ્હી પધારવા આમંત્રણ આપી દિલ્હી ખાતે દિલ્હી અને અન્ય રાજ્યના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વીર મેઘ માયા વિશ્વ મેમોરીયલ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ સેન્ટરની બેઠક યોજી અન્ય રાજ્યો ના મહાનુભાવોને વીર મેઘમાયા દેવ ની મહાન ગાથા થી પરિચિત કરાવ્યા હતા. તેઓએ વર્ષો જુનો પાટણ-ભીલડી રેલ પ્રોજેક્ટનું નિરાકરણ લાવવવાનું કામ હાથ ધરી વર્ષો જુનો રેલ્વેનો પ્રશ્નનો ઉકેલ લાવી તેઓએ રાણી ની વાવ પાસે આવેલ રેલ્વે અન્ડરપાસને “શ્રી વીર મેઘ માયા અન્ડરપાસ” નામ અપાવ્યું. તેવી જ રીતે ભારત સરકાર દ્વારા નવિન અમલમાં લાવેલ જળ મંત્રાલય અંતર્ગત શ્રી વીર મેઘ માયાનું નામ પાણી સાથે જોડાયેલ હોવાથી જળ મંત્રાલયની વિવિધ યોજના પૈકી કોઈ એક યોજનાનું નામ “શ્રી વીર મેઘ માયા” ના નામથી યોજના બનાવવા તેમજ 100 રૂપિયાના ચલણી સિક્કામાં વીર મેઘમાયા અંકિત કરવામાં આવે તેવી સંસદમાં રજૂઆત કરી છે. તેઓના સતત પ્રયત્નો અને સક્રિયતાને કારણે રાજ્ય સરકારશ્રીના માતબર અનુદાન થી પાટણ ખાતે શ્રી વીર મેઘમાયા દેવ નું ભવ્ય મંદિર અને ભવ્ય મેમોરીયલ નું ખુબ જ ઝડપથી નિર્માણ થઇ રહ્યું છે. આજે “શ્રી વીર મેઘમાયા” નું નામ પાટણ પુરતું સીમિત ના રાખી સમગ્ર દેશમાં અને વિશ્વ કક્ષાએ લઇ જવાનું ઐતહાસિક કાર્ય લોકપ્રિય પૂર્વ સાંસદ ડો. કિરીટભાઈ પી. સોલંકી કરી રહ્યા છે.
- પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
- Income Tax Recruitment 2025 । Income Tax વિભાગમાં લેખિત પરીક્ષા વગર નોકરીની તક
- બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
- રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો