પાટણ એ ડિવિઝન પોલીસે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો
પાટણ એ ડિવિઝન પોલીસે શરીર સંબંધી ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પાટણ જીલ્લામા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડયા સિધ્ધપુર નાઓના માર્ગદર્શન હેઠળ પાટણ એ ડિવિઝન પી.આઈ કે.જે. ભોયે ની સુચના મુજબ પાટણ સીટી એ ડીવી પો.સ્ટે પાર્ટ એ ના ગુનાના નાસતા ફરતા આરોપી મોહંમદખાંન કુંભેખાંન બલોચ રહે.પાટણ બુકડી ચોક નજીક બુકડી બેઠક વાળા ને પાટણ સીટી એ ડીવી પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા પકડી તેની સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ : યશપાલ સ્વામી
- પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
- Income Tax Recruitment 2025 । Income Tax વિભાગમાં લેખિત પરીક્ષા વગર નોકરીની તક
- બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
- રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો