આગામી તા. ૨૭ ડિસેમ્બરે ઔધોગીક તાલીમ સંસ્થા શંખેશ્વર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
પાટણ જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે તે માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે રોજગાર ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ દ્વારા કરવામાં આવેલ છે.
જે અંતર્ગત આગામી તા. ૨૭/૧૨/૨૦૨૪ શુક્રવારને સમય:- સવારે ૧૧-૦૦ કલાકે મહિલા ઔધોગીક તાલીમ સંસ્થા આઇ.ટી.આઇ) શંખેશ્વર તા.શંખેશ્વર જિ.પાટણ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. જેમાં ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, આઇ.ટી.આઇ., ગ્રેજ્યુએશન, લાયકાત ધરાવતા રોજગાર વાંચ્છું ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે. વય મર્યાદા ૧૮ થી ૩૦ ની રહેશે. આ રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ પાવર ડ્રાઇવ બેરીંગ્સ પ્રા.લી. સાણંદ, લેબરનેટ સર્વિસ ઇન્ડીયા પ્રા.લી.અમદાવાદ, એ.ડી.એસ. ફાઉન્ડેશન અમદાવાદ હાજર રહી ખાલી પડેલી ફીટર, ઓપરેટર, મશીન ઓપરેટર, ટ્રેઇની, ટેલીકોલર, કાઉન્સેલર જગ્યાઓ માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરનાર છે.
આ રોજગાર ભરતી મેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. તમામ નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ ૩ થી ૪ નકલ બાયોડેટા સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. આ રોજગાર ભરતી મેળામાં રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકશે એવું રોજગાર અધિકારી પાટણની અખબારી યાદીમાં જણાવ્યું છે.
- પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
- દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
- PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
- હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ