હવે દારૂડિયાઓ સામે કાયદાનો દંડો ચાલશે
ગાંધીના ગુજરાતમાં અવારનવાર દારૂબંધીના નિયમનાં ધજાગરા ઉડતા જોવા મળે છે. ઘણીવાર દારુ પકડાય છે તો ઘણીવાર દારુ પીધેલી નશાની હાલતમાં લોકો પકડાય છે. ત્યારે હવે અમદાવાદ પોલીસે દારૂડિયાઓ સામે કડક કાર્યવાહી કરતાં 300થી વધુ દારૂડિયાઓને પકડ્યા છે. હજુ તો ડિસેમ્બર મહિનો શરૂ નથી થયો અને દારૂબંધીના ધજાગરા થવા લાગ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં એકસાથે 300થી વધુ દારૂડિયા પકડાયા.
અમદાવાદ પોલીસના કોમ્બિંગ દરમિયાન સાબરમતી, રામોલ, ઈસનપુર અને સરદારનગર પોલીસ સ્ટેશન હદ સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાંથી દારૂના નશામાં શખ્સો પકડાયા છે. દારૂની હાલતમાં પકડાયેલા તમામ શખ્સોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા. જ્યાં તપાસ માટે લાંબુ વેઇટિંગ થયું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં 300 જેટલા શખ્સોને મેડિકલ ચેકઅપ માટે લવાતા પોલીસની વાન વેઈટિંગમાં ઉભેલી જોવા મળી. દારૂબંધીવાળા રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં દારૂડિયાઓ ઝડપાતા, ડ્રાયસ્ટેટના નિયમો સામે સવાલો ઉભા થયા છે. પકડાયેલા દારૂડિયાઓની આટલી મોટી સંખ્યામાં રાજ્યમાં દારૂબંધીનાં કાયદા સામે સવાલો ઉભા કરે છે. દારુ પીધેલી હાલતમાં લોકોને જોઇને દારૂબંધી સામે સવાલો ઉભા થાય છે