Gujarat

પાટણ જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર દ્વારા “ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેંચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ” ફરમાવેલ છે. જેના ચૂસ્ત અમલીકરણ બાબતે સચોટ કાર્યવાહી હાથ ધરી તમામ જિલ્લાઓમાં ગ્લુ ટ્રેપ ઉત્પાદન કરતાં યુનિટ્સ આઈડેન્ટીફાઈ કરી સત્વરે ગ્લુ ટ્રેપના ઉત્પાદનની કામગીરી બંધ થાય તે અંગે સ્થાનીક કક્ષાએ કડક પગલાં ભરવાની કાર્યવાહી તથા સ્થાનીક કક્ષાએ નાગરીકોમાં ગ્લુ ટ્રેપ બોર્ડનો વપરાશ ના કરવામાં આવે તે પ્રકારના જન-જાગૃતી અભિયાન પણ કાર્યાન્વીત કરવા જણાવેલ છે.

ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર ગ્લુટ્રેપ વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે ત્યારે ગુંદરની જાળમાં પકડાયા પછી પોતાની રીતે મુક્ત કરવામાં અસમર્થ છે. જેના પરીણામે ડીહાઈડ્રેશન, ભુખમરો અને ‘ગુંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે. નામ. ગુજરાત હાઈકોર્ટમાં થયેલ writ Petition (PIL) 28/2024 સંદર્ભે તા.૧૮/૦૫/૨૦૨૪ના ઓરલ ઓર્ડરથી પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓની ચૂસ્તપણે અમલવારી કરવા સુચના આપવામાં આવેલ છે. તેમજ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ- ૧૯૬૦ની કલમ- ૧૧ મુજબ કોઈપણ પ્રાણીને બિનજરૂરી પીડા, વેદના ન આપવા અંગે જોગવાઈ થયેલ છે.

જે અંતર્ગત શ્રી અરવિંદ વિજયન (આઇ.એ.એસ), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પાટણ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ સમગ્ર પાટણ જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા આદેશ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x
स्वीमिंग पूल में बिकिनी पहन Mouni Roy ने लगाई आग कैसे और कहा चेक करे DOMS IPO Allotment Status ? 8999 में आया POCO का नया स्मार्टफोन! Poco C65 Launch Review सालार’ के लिए प्रभास ने ली इतनी फीस की आप भी हैरान हो जाएंगे ! Prabhas Salaar Fees MS Dhoni No. 7 jersey retired : महेंद्र सिंह धोनी की 7 नंबर की जर्सी रिटायर