Gold Silver Price : સોનાના ભાવમાં થયો ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ
Today Gold Silver Price : આજે સોનાનું માર્કેટ ખુલતા જ સોનાના ભાવમાં 2 હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જેથી અત્યારે સોનાના ભાવ 77 હજારને આસપાસ ચાલી રહ્યાં છે.
આજે રાજકોટમાં સોનાનો ભાવ 75 હજાર 610 રૂપિયા નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ 88 હજાર 380 રૂપિયા ભાવ નોંધાયો છે.
રાજકોટ બાદ અમદાવાદમાં આજે 78 હજાર 550 રૂપિયા સોનાનો ભાવ નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ 91 હજાર 500 રૂપિયા નોંધાયો છે
સર્ટિફાઈડ સોનું જ ખરીદો : Gold Silver Price
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ હંમેશા ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ છે. તેને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યૂમેરિક છે એટલે કે કંઈક આના જેવું છે – AZ4524. હોલમાર્કિંગ દ્વારા જાણી શકાય છે કે સોનું કેટલા કેરેટનું છે.