VI Share Price : સરકારના એક નિર્ણયથી ધડાધડ વધવા લાગ્યો Viના શેરનો ભાવ, , રોકાણકારો ફૂલ મૂડમાં
Vodafone Idea Share : શેરમાર્કેટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં Vodafone Idea ના શેરધારકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. સરકારના એક મોટા નિર્ણયને કારણે તેના શેરમાં 17 ટકા (સવારે 10.40 વાગ્યા સુધી) વધારો જોવા મળ્યો હતો. વાસ્તવમાં કેબિનેટે 2022 સુધીમાં ખરીદેલા સ્પેક્ટ્રમ માટે બેંક ગેરંટી આપવાની ટેલિકોમ ઓપરેટર્સની જરૂરિયાતને દૂર કરવાનો નિર્ણય કર્યા પછી આ વધારો થયો. વોડાફોન આઈડિયાને આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો થયો કારણ કે સપ્ટેમ્બર 2024 અને ફેબ્રુઆરી 2025 વચ્ચે કંપની પર લગભગ રૂ. 24,700 કરોડની ગેરંટી જમા કરાવવાનો બોજ હતો.
સરકારના આ નિર્ણય બાદ આજે વોડાફોન આઈડિયાનો શેર 17% વધીને 8.28 રૂપિયા પર પહોંચી ગયો હતો. જોકે, છેલ્લા એક અઠવાડિયામાં વોડાફોન આઈડિયાના શેરમાં 7.17 ટકાનો વધારો થયો છે, તો એક મહિનામાં 0.26 ટકાનો અને એક વર્ષમાં 42.01 ટકાનો ઘટાડો થયો છે.
એક રિપોર્ટ અનુસાર, વોડાફોન આઈડિયાની કુલ દેણદારી (વ્યાજ સહિત) 2.12 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તેમાં 1.52 લાખ કરોડ સ્પેક્ટ્રમ પેમેન્ટ અને 70,300 કરોડ AGR (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ) લેણાંનો સમાવેશ થાય છે. વોડાફોન આઈડિયાએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) પાસે 24,700 કરોડ રૂપિયાની બેંક ગેરંટી માફીની માંગ કરી હતી, જે હવે મંજૂર થઈ ચૂકી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)