સરસ્વતી તાલુકાની કાર્યકારી સહકારી મંડળી ફડચામાં લઈ જવામાં આવી
હિત સબંધ ધરાવતા વ્યક્તિઓને ફડચા અને સહકારી અધિકારી દ્વારા લ્હેણું રજૂ કરવા બે માસનો સમય અપાયો
જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ પાટણના હુકમ નંબરથી પાટણના સરસ્વતી તાલુકાની બ્રાહ્મણપુરા (જે) મહિલા દૂધ ઉત્પાદક મુ.જેશંગપુરાની સહકારી મંડળી ફડચામાં લઈ જવામાં આવી છે. આ મંડળીનો ફડચા અધિકારી દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો છે. જે શખ્સો અથવા હિત સંબંધ ધરાવતા વ્યક્તિઓનું આ સંસ્થા પાસે જે કંઈ લ્હેણું કે માંગણું હોય તેમણે તા.19.01.2023 થી બે માસની અંદર રૂબરૂ તે અંગેના પુરાવાઓ સહિત નામ નોંધાવવાનું રહેશે. જો તેમ કરવામાં કોઈ ચૂકશે તો પાછળથી તેમનું લ્હેણું કે માંગણું નોંધવામાં આવશે નહીં અને મંડળીના રેકર્ડ પ્રમાણે મંડળીને આટોપી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ પાટણના હુકમ નંબરથી પાટણના સરસ્વતી તાલુકાની ફળ અને શાકભાજી ઉત્પાદન મુ.કાંસા, મેસર તેલીબીયાં ઉત્પાદક મુ.મેસર, શંખેશ્વર તાલુકાની શક્તિ પિયત મુ.ધનોરા, ચાણસ્મા તાલુકાની કર્મવીર મજુર કામદાર મુ.ફીંચાલ, ની સહકારી મંડળીઓ ફડચામાં લઈ જવામાં આવી છે. આ મંડળીઓનો ફડચા અધિકારી દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો છે. જે શખ્સો અથવા હિત સંબંધ ધરાવતા વ્યક્તિઓનું આ સંસ્થા પાસે જે કંઈ લ્હેણું કે માંગણું હોય તેમણે તા.30.01.2023 થી બે માસની અંદર રૂબરૂ તે અંગેના પુરાવાઓ સહિત નામ નોંધાવવાનું રહેશે. જો તેમ કરવામાં કોઈ ચૂકશે તો પાછળથી તેમનું લ્હેણું કે માંગણું નોંધવામાં આવશે નહીં અને મંડળીના રેકર્ડ પ્રમાણે મંડળીને આટોપી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.