દુષ્કર્મ: ચાણસ્માના ઝીલીયામાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવતીએ બાળકીને જન્મ આપ્યો
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી ચાણસ્મા કોલેજમાં અભ્યાસ કરતી હતી તેને તેના પાડોશમાં રહેતો શખ્સ ઠાકોર અશ્વિનજી સાથે મિત્રતા હતી. તે મિત્રતાનો લાભ લઈ ઠાકોર અશ્વિને તારીખ 1 એપ્રિલ 2022 ના રોજ બપોરે ઘરે કોઈ હાજર ન હતું તે વખતે યુવતીને ઘરે બોલાવી તેની સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર ઘટનાને પગલે યુવતી ગર્ભવતી બની હતી અવારનવાર તેને પેટમાં તકલીફ થતી પરિવારના સભ્યો પૂછતાને તે યુવતી ગેસ થયો હોવાનું કહીને ગેસની ગોળી ખાઈને ચલાવતી હતી.
યુવતીને તેની તબિયત બગડતા તેની માતા તેને ચાણસ્મા સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તપાસતા આ યુવતીને પ્રસૂતિ પીડા ઉપડી છે તેવું જણાવ્યું હતું. ડોક્ટરના આ શબ્દો સાંભળી યુવતી ની માતા સ્તબ્ધ થઈ ગઈ હતી ત્યારબાદ ડોક્ટરે મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી હતી એક સ્વસ્થ દીકરીને જન્મ આપ્યો હતો ત્યારબાદ ડોક્ટરે ફોર્મ ભરવા માટે મહિલાની હકીકત માગતા મહિલા કુમારી હોવાનું તેની માતાએ જણાવ્યું હતું.
આ મામલે ડોક્ટરે ચાણસ્મા પોલીસને જાણ કરી હતી. ચાણસ્મા પીઆઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ પ્રસુતિ દરમિયાન બંનેની તબિયત સારી હતી ત્યારે ચાણસ્મા પી.આઈ એ મહિલાનું નિવેદન લેતા તેને જણાવ્યું હતું કે તેની સાથે તેના પાડોશમાં રહેતો સાથે કોલેજ કરતો ઠાકોર અશ્વિનજી એ તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે ચાણસ્મા પોલીસે દુષ્કર્મ અને એટ્રોસીટીની ઠાકોર અશ્વિનજી સામે ફરિયાદ નોંધાવી હતી તેની તપાસ અધિકારી ડીવાયએસપી એલ બી પરમાર જણાવ્યું હતું કે હાલમાં મહિલા પ્રસૂતિમાંથી સ્વસ્થ બને ત્યારબાદ આગળની તપાસ હાથ ધરવામાં આવશે અને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપી નો પરિવાર ગામ છોડી નાસી છૂટયો છે અને બનાવને લઇ ચકચાર મચી છે.