મહેસાણામાં સમૂહ લગ્નમાં બે પક્ષો વચ્ચે બબાલ થતા એકબીજા પર ખુરશીઓના છુટા ઘા કર્યા, દૃશ્યો જોઈ અન્ય મહેમાનો ડઘાઈ ગયા
મહેસાણાની ઈન્દિરાનગર વસાહત પાસે રોહિત સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બનતા એકબીજા પર ખુરશીઓ ફેંકવાનું ચાલું કર્યું હતું. શાંત વાતાવરણમાં ચાલી રહેલા લગ્નપ્રસંગમાં અચાનક જ ખુરશીઓ ઉછળવા લાગતા ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી હતી. આયોજકો તમામ લોકોને શાંત પાડતા જોવા મળ્યા હતા.
મહેસાણામાં યોજાયેલા રોહિત સમાજના સમૂહ લગ્નમાં બે પક્ષો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા એકબીજા પર ખુરશીઓના છુટા ઘા કર્યા હતા. સમૂહ લગ્નમાં મંડપમાં હજારોની સંખ્યામાં લોકો હાજર હતા ત્યારે જ અચાનક ખુરશીઓ ઊડવા લાગતા અન્ય લોકોમાં નાસભાગ મચી હતી. ગણતરીની મિનિટોમાં જ મંડપની અંદર 50 જેટલી ખુરશીઓ તોડી નાખવામાં આવી હતી. આ સમગ્ર મામલે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર મામલે મનીષ કુમાર ચૌહાણ નામના ફરિયાદીએ જણાવ્યું હતું કે, રોહિત સમાજના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં લોકો ડીજેના તાલે નાચી રહ્યા હતા ત્યારે જ ચિત્રોડીપુરા વસાહત પાસે રહેતા લોકો સમૂહ લગ્નમાં નાચવા આવી ગયા હતા. જેઓને રોકવામાં આવતા શૈલેષ સેના, રાજુ સેનમા, બળવંત સેનમા નામના યુવકોએ સમૂહલગ્નમાં પડેલી ખુરશીઓ ઉપાડી ફેંકવાનું ચાલું કર્યું હતું અને મારામારી કરી હતી.
જ્યારે સામાપક્ષે ચિત્રોડીપુરા વસાહતમાં રહેતા મનોજ સેનમાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, કુકસ રોડ પર યોજાયેલા સમૂહ લગ્નમાં તે પાણીની બોટલો વેચવા માટે ગયો હતો. આ સમયે રોહિત સમાજના આયોજકોની મંજૂરી બાદ પાણી વેચવાની શરૂઆત કરી હતી. આ સમયે જૈમીન ચૌહાણે આવીને ગાળાગાળી કરી હતી અને નજીકમાં પડેલી ખુરશી લઈ મારવા લાગ્યો હતો. રાડારાડી થતા નજીકની વસાહતમાં રહેતા અન્ય યુવાનો બચાવવા આવતા તેઓને પણ માર મારવામાં આવ્યો હતો.
- सिद्धपुर हाईवे पर सरस्वती नदी पुल के पास रिक्शा-ट्रक की टक्कर में दंपती घायल
- पाटन नगर निगम ने यस प्लाजा-माधव ट्विन्स कॉम्प्लेक्स की 50 दुकानें सील कर दीं
- Gujarat Police Recruitment 2024 : गुजरात पुलिस में 9182 पदों पर निकली भर्ती
- Google Pay Se Paisa Kamaye : घर बैठे अपने मोबाइल पर Google Pay से प्रतिदिन 1000 रुपये कमाएं