પાટણ સહીત ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા, ખેડૂતો માટે માર્ગદર્શિકા કરાઈ જાહેર
હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને આગામી તારીખ ૨૭/૧૨/૨૦૨૪ થી ૨૮/૧૨/૨૦૨૪ ના રોજ પાટણ જિલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના તમામ ખેડુતોને તકેદારી રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લા હોય તો તેને તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા તેને પ્લાસ્ટિક/ તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને આ ઢગલાની ફરતે માટીનો પાળો બનાવીને વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું જોઈએ.
જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. તેમજ એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત સ્થળો પર રાખવા જોઈએ. તેમજ ત્યાં વેચાણઅર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી જોઈએ.
આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર– ૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક સાધી શકાશે.
- પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
- Income Tax Recruitment 2025 । Income Tax વિભાગમાં લેખિત પરીક્ષા વગર નોકરીની તક
- બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
- રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો