પાલનપુર એલ.સી.બી એ ચોરીની કાર સાથે અમીરગઢના યુવકને ઝડપ્યો
એલસીબી પોલીસે આંતર રાજ્ય વાહન ચોરીનો ભેદ ઉકેલી અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામના 22 વર્ષીય પ્રવીણ નારણભાઈ મીણાને દાંતીવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.
એલ.સી.બી પીઆઈ પીએલ આહિર, અશોકભાઈ,જોરસિહ, વિજય કુમાર, પ્રધાનજી, માનસંગભાઈ સહિત દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમા મિલ્કત સબંધી તેમજ વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલિગમા હતા, દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે એક નંબર વગરની વોકસવેગન કંપનીની એમીઓ ગાડી રોકાવી પોકેટ કોપમા સર્ચ કરી આરોપી પ્રવીણકુમાર સ/ઓ નારણભાઈ ઇંદરસિંગ જાતે મીણા ઉ.વ-૨૨ ધંધો-ખેતી રહે-ફોરેસ્ટ ઓફીસની પાછળ, બાલુંદ્રા તા-અમીરગઢ જી-બનાસકાંઠા વાળાના કબજામાથી સિલ્વર કલરની વોક્સવેગન કંપનીની એમીઓ ગાડી જેના ચેસીસ નંબર MEXA17609HT116185 તથા એન્જીન નંબર CWX154788 નો જેની કિં.રૂા. ૫,૦૦,૦૦૦/- ગણી કબજે કરી રાજસ્થાનના રીકો આબુરોડ પોલીસ સ્ટેશનના વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલી સદરે ચોરીમા સંડોવાયેલ અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપી તથા મુદ્દામાલ દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે.
અહેવાલ : દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા
- પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
- Income Tax Recruitment 2025 । Income Tax વિભાગમાં લેખિત પરીક્ષા વગર નોકરીની તક
- બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
- રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો