ખુશખબર – પાટણમાં યોજાશે રોજગાર ભરતી મેળો
પાટણ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે તે માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ દ્વારા તા. ૨૬ નવેમ્બરને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ઔધોગીક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ) વાગડોદ તા.સરસ્વતી જિ.પાટણ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ -૫ થી ઉપર, ધોરણ ૧૦ પાસ. ૧૨ પાસ, આઇ.ટી.આઇ, ગ્રેજ્યુએશન, લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો આ રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે.
આ માટે વય મર્યાદા ૧૮ થી ૩૫ ની રહેશે. આ રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાશ્રીઓ હાજર રહી તેમની ખાલી જગ્યા માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરનાર છે. જેમાં નોકરીદાતા દિવ્યમ એન્ટરપ્રાઇઝ, પાટણ, કુશ સિન્થેટીક પ્રા.લી ભચાઉ(કચ્છ) કોસમોસ મેનપાવર, પ્રા.લી. ગાંધીનગર દ્વારા ખાલી જગ્યાઓ હેલ્પર, ઓપરેટર, માર્કેટીંગ મેનેજર, પ્રોડક્શન મેનેજર, ફીટર,વેલ્ડર, વાયરમેન, મશીન ઓપરેટર માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવશે.
આ રોજગાર ભરતી મેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. તમામ નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ ૩ થી ૪ નકલ બાયોડેટા સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. આ રોજગાર ભરતી મેળામાં રોજગાર કચેરી ખાતે નામ નોધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકશે. વધુ માહિતી માટે વેબસાઈટ www.anubandham.gujarat.gov.in મેળવી શકાશે એવું રોજગાર અધિકારી પાટણ ની અખબારી યાદીમાં જણાવ્યું છે.