સોલાર કંપનીનું દુષિત પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગાંજીસર, લોદ્રા તેમજ આજુબાજુ ગામના ખેડૂતોની ખેતી લાઈક જમીન પર દૈસર ગામમાં આવેલ સોલાર કંપનીનું દુષિત પાણી ખેતરો માં ફરીવળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. દૈસર સોલાર કંપની દ્વારા છેલ્લા ચાર પાંચ વર્ષ થી દુષિત પાણી ખેડૂતો ના ખેતરો છોડવામાં આવી રહ્યું છે જેના કારણે વાવેતર લાયક જમીન નો સંપૂર્ણ પણે નાશ થઈ રહ્યો છે.અનેક રજૂઆત બાદ કોઈ ચોક્કસ પરિણામ મળ્યું ન હોય ખેડૂતો પરેશાન બન્યા છે અને દૈસર સોલાર કંપની સામે કાયદાકીય એક્સન લેવા ખેડૂતોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

દૈસર સોલાર કંપની સામે કાયદાકીય કડક વલણ દર્શાવે અને ખેડુતોને ન્યાય અપાવે તેવી ખેડૂતોની માંગ ઉઠી :-

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામના સરપંચ પ્રદીપ કુમાર ઠાકોર, તેમજ ખેડૂત સેમાભાઈ ચૌધરી અને અન્ય ખેડુતો ના જણાવ્યા પ્રમાણે આશરે 250 વીઘા જેટલી જમીન મા નુકશાની થઈ રહી હોય ખેડૂતવર્ગ ચિંતિત છે.તેમજ આશરે 5 વર્ષથી ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે અનેક રજૂઆત બાદ કોઈ નિરાકરણ આવ્યું નથી અને જમીન દિવસે ને દિવસે ખરાબ બની રહી છે .ત્યારે ખેડૂતો ની હાલ એકજ માંગ ઉઠવા પામી છે કે દૈસર સોલાર કંપની સામે કાયદાકીય કડક વલણ દર્શાવે અને ખેડુતોને ન્યાય અપાવે તેવી માંગ ઉઠી છે.
- પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
- દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
- PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
- હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ