Gujarat

ચામડી તથા ગુપ્ત રોગોના નિષ્ણાંત તબીબો ના સંગઠન IADVL દ્વારા ગોલ્ડન જ્યુબિલી “ 50મી Cuticon Gujarat 2024 “ નું ભવ્ય આયોજન કરાયું

Cuticon Gujarat 2024 : દુનિયાનું બીજા નંબરનું સંગઠન એટલે IADVL એ ચામડી તથા ગુપ્ત રોગોના નિષ્ણાંત તબીબો નું સંગઠન છે અને ગુજરાત શાખાના પ્રમુખ ડો .ધનંજય પ્રજાપતિ અને મંત્રી ડો. નિતિન છાત્રાલિયા છે ચાલુ વર્ષમાં કાર્યરત ટીમ દ્વારા વાર્ષિક અધિવેશન નું આયોજન કરેલ હતું, જેના પ્રમુખ પદે ડો જીતેન્દ્ર મોદી તથા મંત્રી તરીકે ડો ધનંજય પ્રજાપતિની ટીમ દ્વારા કોન્ફરેંસની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે એટલે કે ગોલ્ડન જ્યુબિલી “ ૫૦મી Cuticon Gujarat ૨૦૨૪ “ નું ભવ્યતાભવ્ય આયોજન કરેલ હતું .

આ કોન્ફરેંસની શરૂઆત ઈ.સ.૧૯૭૪ મા ફક્ત ૨૦ જેટલા તબીબો એ ભેગા થઈ રાજસ્થાન સાથે મળી રાજકોટમા પહેલી conference નું આયોજન કરેલ અને આજે આ સંગઠન ના લગભગ ૧૦૦૦ કરતા પણ વધારે સભ્યો છે અને ૮૦૦ જેટલા તબીબોએ ભાગ લીધો હતો. ૫૦મી Golden Cuticon Gujarat 2024 નું આયોજન સન હોટેલ અને રિસૉર્ટ આબુ રોડ ખાતે કર્યું હતું જેમ ગુજરાત બહારથી જમ્મુકાશ્મીર, કર્ણાટકા, રાજસ્થાન, તેલંગાણા, કેરલા, તમિલનાડુ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાથી પણ તબીબો આવ્યા હતા.

આ Conferenceમા નવા નવા સંશોધનો બાબતે વિચારોની, નવી તકનીકો, નવા લેઝર, નવા ઉપકરણો, નવી અત્યાધૂનિક દવાઓ વગેરે બાબતે ગહન ચર્ચાઓ થઈ હતી, આ confetence મા કોઇ સિગલ લેક્ચર ના રાખતા innovative interactive sessions રાખેલ હતા જેનો પ્રયોગ ઇતિહાસમા પહેલીવાર થયો હતો ,આ માટે ડો તિમિર મેહતા , ડો રીટા વોહરા, ડો બેલા પઢિયાર એ જહેમત ઉઠાવી હતી , ડો સૌરભ કાપડીયા , ડો જયદેવ પટેલે સાથ આપ્યો હતો.

આ કોન્ફરેંસ ના આયોજન મા ડો નીતિન છાત્રાલિયા તથા ડો અતુલ ચૌધરીએ ઘણી જહેમત ઊઠાવી હતી . કોન્ફરેંસના પહેલા દિવસે pre conference CME નું અને બીજા દિવસે સવારે એટલે કે ૨૮ જાન્યુઆરી ના રોજ IADVL brand building , ITAQ , હોલિસ્ટિક હેલ્થ ( Presidential project) ના પ્રચાર માટે મોર્નિંગ વોક નું આયોજન કરેલ હતું અને ૨૯ જાન્યુઆરી ના સવારે Yoga session નું આયોજન કાર્યુ હતુ અને આ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે સોશિયલ મીડિયા LIVE કરી Facebook તથા Instagram મા મૂકવામાં આવ્યું હતું જેમાં iadvl દ્વારા લોકજાગૃતિ ફેલાવવા ચામડીના રોગોમાટે નિષ્ણાત ડૉક્ટર વગર સારવાર કરવાથી શું મુશ્કેલીઓ આવી શકે શું આડઅસરો આવી શકે તે બાબતે National President ડો મંજુનાથ શિનોય તથા SecretaryGeneral ડો ભૂમેશકુમાર કટકમે જણાવ્યું હતું જેમાં ડો જગદીશ સખિયા , ડો જેમિશ પટેલ , ડો નવીન ચૌધરી , ડો પ્રહલાદ પટેલ સાહેબે ઘણી સરસ માહિતી આપી હતી . કોન્ફરન્સની કલ્ચરલ Gala Dinner માટે ડો અલ્પેશ ઠક્કરએ પોતાનુ અમૂલ્ય યોગદાન આપ્યું હતું, ગુજરાત બહારથી આવતા આમંત્રિત મહાનુભાવોને conference venue સુધી લાવવા લઈ જવાની વ્યવસ્થા ડો નવીન ચૌધરી, ડૉ નિમેશ પટેલે ઉઠાવી હતી.


અમારી ટીમમાં ડો મિતેશ ઠક્કર, ડો યોગેશ પટેલ,ડો ધ્રુવિન જોશી , ડો વશિષ્ઠ ગુર્જર , ડો હેમલ પટેલ , ડો દેવલ દોશી , ડો પાર્થ મોદી સામેલ હતા .
આ કોન્ફરેંસની સફળતા માટે ડો જીતેન્દ્ર મોદી ,ડો ધનંજય પ્રજાપતિ, ડો નિતિન છાત્રાલિયા , ડો અતુલ ચૌધરી એ તનતોડ મહેનત કરી હતી .ડો ભરત સી પટેલ , ડો જે કે પટેલ , ડો હરીશ પરીખ, ડો સુરેશ ટી પટેલ, ડો મહેશ પંચોલીએ માર્ગદર્શન આપ્યું હતું.

આ conference મા પધારેલ તબીબો એ જગતજનની મા અંબાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી , ઘણા બધા તબીબો પાટણ આવી વિશ્વ વિરાસત એવી રાણકી વાવ ની મોટી સંખ્યામા મુલાકાત લીધીહતી અને અમુક તબીબોને પાટણના વિશ્વ પ્રસિધ પટોળા ની પણ ખરીદી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x
स्वीमिंग पूल में बिकिनी पहन Mouni Roy ने लगाई आग कैसे और कहा चेक करे DOMS IPO Allotment Status ? 8999 में आया POCO का नया स्मार्टफोन! Poco C65 Launch Review सालार’ के लिए प्रभास ने ली इतनी फीस की आप भी हैरान हो जाएंगे ! Prabhas Salaar Fees MS Dhoni No. 7 jersey retired : महेंद्र सिंह धोनी की 7 नंबर की जर्सी रिटायर