ચણાના પાકમાં થતા સુકારાના રોગ સામે ખેડૂતોએ આ પગલા લેવા
ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત પાટણ દ્વારા પ્રસિધ્ધ અખબારીયાદીમાં તાજેતરમાં વાવેતરમાં થઈ રહેલા ચણાના પાકમાં સુકારાના રોગ સામે યોગ્ય પગલાં લઈ પાકમાં આવતા સુકારા જેવા રોગ સામે કયા પ્રકારના પગલાં લઈ પાકનું જતન અને સંરક્ષણ કરી શકાય તેમજ કયા પ્રકારના બીજની વાવણી કરવી અથવા દવાઓનો છંટકાવ કરી સુકારા જેવા રોગ સામે પાકનું જતન કરી શકાય તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારી પાટણ દ્વારા ખેડૂતોને નીચે મુજબના યોગ્ય પગલાં લેવા જાણ કરવામાં આવી છે.
ચણાના પાકમાં વાવેતર માટે સુકારા પ્રતિકારક જાત (ગુ.ચ.૧ , ગુ.ચ.૫, ગુજરાત જુનાગઢ ચણા-૬) ની પસંદગી કરવી.
બીજને થાયરમ ૩ ગ્રામ/કેપ્ટાન ૩ ગ્રામ/કાર્બેંન્ડાઝીમ ૫૦ વેટેબલ પાવડર ૨ ગ્રામ/ટ્રાયકોડર્મા જૈવીક નિયંત્રક ૧૦ થી ૨૦ ગ્રામ/કી/ગ્રા બીજ દીઠ પટ આપીને વાવણી કરવી.
વાવણી વખતે દિવેલી ખોળ હેક્ટર દીઠ ૧ ટન તેમજ ચણા પછી બાજરી કે જુવારની ફેરબદલી કરવાથી સુકારાની જીવાતનું પ્રમાણ ઘટાડી શકાય છે.
સારી ગુણવત્તા ૫ કિ.ગ્રા ટ્રાયકોડર્મા પાઉડરને ૫૦૦ કિગ્રા પ્રતિ હેકટરે છાણિયું ખાતર/વર્મીકંપોસ્ટ/ડિઓઇલ્ડ દિવેલી ખોળ/રાયડાના ખોળ/લીંબોળીના ખોળ સાથે ભેળવી ચાસમાં આપવું.
- પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
- Income Tax Recruitment 2025 । Income Tax વિભાગમાં લેખિત પરીક્ષા વગર નોકરીની તક
- બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
- રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો