પાટણમાં મેડીકલ ડીગ્રી વગર પેક્ટિસ કરતા બોગસ તબીબને SOGની ટીમે ઝડપ્યો
પાટણ એસઓજી પોલીસે બાતમીના આધારે જાખેલ ગામે રામપુરા-લાલપુર રોડ પર મકાન ભાડે રાખીને કોઈ પ્રકારની ડોક્ટર ડિગ્રી વિના દર્દીઓની સારવાર કરનાર નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ ડોક્ટર દર્દીઓને દવા અને ઈન્જેક્શન આપીને તેમના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો.
પાટણ એસપીની સૂચનાના આધારે પાટણ એસઓજી ટીમે “નકલી ડોક્ટર” સામે કડક પગલાં લેવાનું મિશન હાથ ધર્યું. એસઓજી પો. ઈન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસકર્મીઓ જાખેલ ગામ નજીક પેટ્રોલિંગમાં હતા, ત્યારે માહિતી મળી કે ઇદ્રશીભાઈ લાલમહમદભાઈ સિપાઈ (રહે. દુદખા, તા. સમી) જાખેલ ગામે મકાન ભાડે રાખીને ડિગ્રી વિના અને લાયસન્સ વગર દર્દીઓની સારવાર કરી રહ્યો છે.
માહિતી મળતાં જ એસઓજી ટીમે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી. આરોપી ડિગ્રી વિના જ દવાખાનું ચલાવતો હતો અને દર્દીઓને દવા અને ઈન્જેક્શન આપી ચેડાં કરતો હતો. તપાસમાં તેના પાસેથી ઈન્જેક્શન, દવાઓ અને મેડિકલ સાધનો મળી કુલ ₹9437.86નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
આ આરોપી વિરુદ્ધ ભાડે લીધેલા મકાનમાં બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા બદલ IPC કલમ 319 અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પાટણ એસઓજી અને સમી પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
આરોગ્ય સાથે ચેડાં કરનાર નકલી ડોક્ટરો સામે પોલીસ સતત કામગીરી કરી રહી છે. આ પ્રકારના ગુનાની જાણ થાય તો તરત પોલીસને જાણ કરવી.
અહેવાલ : યશપાલ સ્વામી
- પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
- Income Tax Recruitment 2025 । Income Tax વિભાગમાં લેખિત પરીક્ષા વગર નોકરીની તક
- બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
- રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો