રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો
રાધનપુર ને અલગ જિલ્લાનું સ્થાન ના મળતા રાજકીય ગરમાવા વચ્ચે રાધનપુર વાસીઓમાં વિરોધના શૂર ઉઠવાની સાથે પોસ્ટર વોર શરૂ થવા પામ્યો છે. મંગળવારે રાધનપુરમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ પદે આયોજિત કાર્યક્રમ પૂર્વે રાધનપુર ને જિલ્લા નો દરજજો મળે તે માટે ના પોસ્ટર કોગ્રેસ દ્રારા લગાવતાં રાધનપુર નું રાજકારણ આવી ફુલ ગુલાબી ઠંડીમાં ગરમાયું છે.
કોંગ્રેસે રાધનપુરને જિલ્લો ના બનાવીને ભાજપે અન્યાય કર્યાના ઠેર ઠેર પોસ્ટર લગાવી રાધનપુર ને જિલ્લો જાહેર કરવાની માગ સાથે સાંતલપુર, રાધનપુર તેમજ સમી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાધનપુર ની અનેક જગ્યાઓએ આવા પોસ્ટર લગાવી મંગળવારે રાધનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમ પહેલા રાધનપુર નું સ્થાનિક રાજકારણ ગરમાવ્યુ છે.
અહેવાલ : યશપાલ સ્વામી
- પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
- Income Tax Recruitment 2025 । Income Tax વિભાગમાં લેખિત પરીક્ષા વગર નોકરીની તક
- બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
- રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો