પાટણ RTO દ્વારા પસંદગીના વાહન નંબર માટે યોજાશે ઈ-ઑક્શન
ટુ-વ્હિલરના નંબર માટેની નવી સિરીઝ GJ.24.AH, GJ.24.AJ, GJ.24.AL, GJ.24.AK, GJ.24.AN, GJ.24.AP, GJ.24.AR, GJ.24.AS માં પસંદગીના નંબરો માટે યોજાશે ઈ-ઓક્શન
ફોર-વ્હિલરના નંબર માટેની સિરીઝ GJ.24.AF, GJ.24.AM અને GJ.24.AQમાં પસંદગીના નંબરો માટે યોજાશે ઈ-ઓક્શન
થ્રી-વ્હિલરના નંબર માટેની સિરીઝ GJ.24W અને ટ્રાન્સપોર્ટ વ્હિકલના નંબર માટેની સિરીઝ GJ24Xમાં પસંદગીના નંબરો માટે યોજાશે ઈ-ઓક્શન
સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ આગામી તા.09.03.2023 રોજ ૧૬.૦૦ કલાકથી તા.11.03.2023 ના રોજ ૧૫.૫૯ કલાક સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે.
આગામી સમયમાં ટુ-વ્હિલરના નંબર માટેની નવી સિરીઝ GJ.24.AH, GJ.24.AJ, GJ.24.AL, GJ.24.AK, GJ.24.AN, GJ.24.AP અને GJ.24.AR, ફોર-વ્હિલરના નંબર માટેની સિરીઝ GJ.24.AF, GJ.24.AM અને GJ.24.AQ, થ્રી વ્હિલરના નંબર માટેની સિરીઝ GJ24W તથા ટ્રાન્સપોર્ટ વ્હિકલના નંબર માટેની સિરીઝ GJ24X સિલ્વર/ગોલ્ડન નંબરો ઓનલાઈન હરાજી માટે મુકવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://parivahan.gov.in/fancy પર ઑનલાઈન એપ્લિકેશન કરી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા.11.03.2023 ના રોજ ૧૬.૦૦ કલાકથી તા.13.03.2023 ના રોજ ૧૬.૦૦ કલાક સુધી ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે તથા તેના ઈ-ફોર્મ તા.14.03.2023 ના રોજ આર.ટી.ઓ. કચેરી ખાતે જમા કરાવવાના રહેશે. ઈ-ઓક્શનનું પરીણામ તા.13.03.2023ના રોજ 16.00 કલાકે ઓનલાઈન પ્રસિદ્ધ થશે.
ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈ વાહન ખરીદીના સાત દિવસમાં અચુક સી.એન.એ. ફોર્મ ભરી દેવાનું રહેશે. વાહન માલિકએ ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરો પૈકી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પમેન્ટ પ્રક્રિયા પુર્ણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે.
ઈ-ઓક્શનના બીડીંગના સમયગાળા દરમિયાન અરજદાર રૂ.1000ના ગુણાંકમાં બીડમાં વધારો કરી શકશે. ઈ-ઓક્શનમાં નિષ્ફળ ગયેલ અરજદારોએ પોતાના નાણાંની રીફંડની પ્રક્રિયા માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, પાટણનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના નંબર મેળવવામાં સફળ થયેલ અરજદારઓએ બાકી રકમનું ચુકવણું ઓનલાઈન દિવસ-5 માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ થયેથી પસંદગીના નંબરની ફી નું રીફંડ મળશે નહી. જેની નોંધ લેવી.
- सिद्धपुर हाईवे पर सरस्वती नदी पुल के पास रिक्शा-ट्रक की टक्कर में दंपती घायल
- पाटन नगर निगम ने यस प्लाजा-माधव ट्विन्स कॉम्प्लेक्स की 50 दुकानें सील कर दीं
- Gujarat Police Recruitment 2024 : गुजरात पुलिस में 9182 पदों पर निकली भर्ती
- Google Pay Se Paisa Kamaye : घर बैठे अपने मोबाइल पर Google Pay से प्रतिदिन 1000 रुपये कमाएं