પાટણના સંડેર-મણુદ માર્ગ પર આવતાં ખેતરમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા, 10.12 લાખનો મુદ્દામાલ જપ્ત
પાટણના સંડેર – મણુદ ગામની વચ્ચે ખેતરમાં પાના પતીનો જુગાર રમી રહેલા પાંચ જુગારીયા ઈસમોને બાતમીના આધારે પાટણ એલસીબી પોલીસે ઝડપી લઈ કાયદેસર ની કાયૅવાહી હાથ ધરતા જુગારીયા તત્વો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેર સહિત જીલ્લા માંથી દારૂ – જુગાર ની ગેરકાયદેસરની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા પોલીસ તંત્ર ને કરાયેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.કે.અમીન ના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો પાટણ ઓફીસ ખાતે હાજર હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સંડેર તા. જી. પાટણ ગામની સિમમાં સંડેર થી મણુદ ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ પટેલ કરશનભાઇ રામાભાઇના ખેતરમાં કેટલાક ઇસમો પોતાના અંગત ફાયદા સારૂ પાના પત્તાથી હારજીતનો જુગાર રમી રમાડે છે
જે હકીકત આધારે ઉપરોક્ત જગ્યાએ એલસીબી ટીમે ઓચિંતો છાપો મારી પાંચ ઇસમને રોકડ રકમ રૂ.2.49 લાખ તથા મોબાઇલ ફોન નંગ-6 કિંમત રૂ.1.03 લાખ તથા વાહન નંગ-6 કિમંત રૂ.6.60 લાખ મળી કુલ રૂ 10.12 લાખ ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર રમતા પકડાયેલા પાંચ ઈસમ વિરૂધ્ધ બાલીસણા પો.સ્ટે.ખાતે જુગારધારા કલમ-12 મુજબ ગુનો દાખલ કરાવી પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતાં તેઓએ પોતાના નામ,સરનામા પટેલ જીતેન્દ્રકુમાર સોમાભાઇ માધાભાઇ ઉ.વ.45 રહે ચંદ્રાવતી ગંગાપરુ તા.સિધ્ધપુર જી પાટણ, , પટેલ હરેશભાઇ કરશનભાઇ જોયતારામ ઉ.વ. 37 રહે ચંદ્રાવતી ગંગાપરુ તા.સિધ્ધપુર જી પાટણ, પટેલ વિષ્ણુભાઇ ગંગારામભાઇ કાશીરામ ઉ વ 58 રહે ચંદ્રાવતી ગંગાપરુ તા.સિધ્ધપુર જી પાટણ, પટેલ ભરતભાઇ ગંગારામ કાશીરામ ઉ.વ.50 રહે ચંદ્રાવતી ગંગાપરુ તા.સિધ્ધપુર જી.પાટણ અને પટેલ લાલાભાઇ માધવલાલ નારણદાસ ઉ.વ.50 રહે ચંદ્રાવતી ગંગાપુર તા.સિધ્ધપુર જી.પાટણ હોવાનું જણાવ્યું હતું.
- सिद्धपुर हाईवे पर सरस्वती नदी पुल के पास रिक्शा-ट्रक की टक्कर में दंपती घायल
- पाटन नगर निगम ने यस प्लाजा-माधव ट्विन्स कॉम्प्लेक्स की 50 दुकानें सील कर दीं
- Gujarat Police Recruitment 2024 : गुजरात पुलिस में 9182 पदों पर निकली भर्ती
- Google Pay Se Paisa Kamaye : घर बैठे अपने मोबाइल पर Google Pay से प्रतिदिन 1000 रुपये कमाएं