પાટણ નગરપાલિકાની સ્ટ્રીટલાઇટનાં રૂ. 1.40 કરોડનાં બાકી બિલોમાંથી રૂ. 68 લાખ સરકારે ગ્રાન્ટમાંથી બારોબાર એજન્સીને ચુકવી દીધા
રાજ્યની 125 નગરપાલિકાઓનાં રૂ. 1.10 અબજમાંથી 55 કરોડ એજન્સીને બારોબાર ચૂકવ્યા
પાટણ શહેરમાં સ્ટ્રીટલાઇટોની સારસંભાળ, સંચાલન, રખરખાવ તથા સમારકામ સહિતની કામગીરીની જવાબદારી સંભાળતી સરકારની નિયુક્ત એજન્સી ઇઇએસએલને બે વર્ષનાં ચૂકવવા પાત્ર રૂ. 1.40 કરોડની રકમનાં બિલોની રકમમાંથી રૂ. 68 લાખ સરકારે બારોબાર જ ચુકવી દીધા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની વિગતો એવી છે કે, પાટણ શહેરમાં સ્ટ્રીટલાઇટોનાં સંચાલન માટે સરકારે ઇઇએસએલ નામની એજન્સીને નિમેલી છે. જેની મુદત હજુ પુરી થવાની બાકી છે. આ એજેન્સીને આ સ્ટ્રીટલાઇટની કામગીરી માટે પાટણ નગરપાલિકા દ્વારા મળતી ગ્રાન્ટમાંથી બિલ ચુકવવામાં આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી પાટણ પાલિકાએ એજન્સીને બિલ ચુકવ્યું ન હોવાથી રૂ. 1.35 કરોડની રકમ બાકી નિકળતી હતી. આ રકમમાંથી રૂ. 68 લાખની રકમ સરકારે તાજેતરમાં પાટણ નગરપાલિકાને મળનારી મુખ્યમંત્રી સ્વર્ણિમ જ્યંતિ શહેરી વિકાસ યોજના યુડીપી 88ની ગ્રાન્ટમાંથી સરકારે બારોબાર ચુકવી દીધા હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે નોંધનીય છે કે, સરકારે પાટણ ઉપરાંત રાજ્યની 125 નગરપાલિકાઓનાં રૂ. 1.10 અબજ બાકી હતા. તેમાંથી રૂ. 55 કરોડની રકમ ઇઇએસએલને ચુકવી દીધી હતી. આમ પાટણનાં વિકાસ માટે મળનારી ગ્રાન્ટને સરકારે બારોબાર જ એજન્સીને ચુકવી દીધા હોવાથી શહેરનાં વિકાસમાં વિક્ષેેપ ઉભો થવાની શક્યતા છે.
- પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
- Income Tax Recruitment 2025 । Income Tax વિભાગમાં લેખિત પરીક્ષા વગર નોકરીની તક
- બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
- રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો