પાટણ ના સમીમાં પાન-બીડી લેવા જવાનો ઇન્કાર કરતાં લાકડી પાઈપથી એક બીજાને માર માર્યો,12 સામે ફરીયાદ
પાટણ જિલ્લાના સમી નગરમાં બીડી પેટી લઇ આવવાની ના પાડતાં મામલો બિચક્યો હતો અને બે પક્ષો વચ્ચે ધિંગાણું અને મારામારી થઈ હતી. આ બનાવ અંગે બંને પક્ષોનાં કુલ 12 લોકો સામે ફરીયાદો નોંધાઈ હતી.
આ બાબતે મળતી માહિતી મુજબ સમીમાં રહેતા અવેજભાઇ કાઝીને તા. 22 ની રાત્રે 9 વાગે મોન્ટુ નામનાં વ્યક્તિએ ‘તુ મારા માટે બીડી પેટી લઇ આવ’ તેમ કહેતાં અવેજભાઇએ કહ્યું કે, ‘મારે ઘરે જવું છે હું બીડી પેટી લેવા નહિં જાઉં તેમ કહેતાં મોન્ટુ અવેજને મારવા આવતાં તે ઘરે જતો રહ્યો હતો. આ બાબતે અવેજનાં પરિવારવાળા મોન્ટુને ઠપકો આપવા જતાં મોન્ટુનાં પક્ષનાં લોકો લાકડીઓ સાથે આવીને ધમકીઓ આપી હતી. જે અંગે પોલીસે હાજીભાઇ, મોહસીનભાઇ, મહંમદભાઇ, જાવેદભાઈ, સુલેમાનભાઇ, મોન્ટીભાઇ સામે આઇપીસી 147/148/149/315/324/323 મુજબ ગુનો નોંધ્યો હતો.
સામે પક્ષે હાજીભાઇ સૈયદે પણ અવેજ કાજી, ઇલીયાસ, સમદભાઇ, ઇસ્માઇલભાઇ, ઇકબાલભાઇ, સારાબેન વિગેરે સામે પણ ફરીયાદો નોંધાવી એવો આક્ષેપ કર્યો હતો કે, આરોપીઓએ લાકડી-લોખંડની પાઇપથી હાજીભાઇ, મોહસીન, મોન્ટુંને માર માર્યો હતો તથા તેમનાં ઘરનાં દરવાજા તથા બારી-બારણાનાં કાચ તોડી નાંખી નુકસાન કર્યું હતું. જે અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.