પાટણ એલસીબી પોલીસે રીક્ષા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે ઝડપી લીધો
પાટણ એલસીબી પોલીસે રીક્ષા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ચોરીની ૪ રિક્ષાઓ સાથે ઝડપી આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખ્સ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ મિલ્કત સંબંધી તેમજ વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવા સારુ તેમજ આવા અનડીટેક્ટ ગુના શોધી કાઢવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ વી.આર ચૌધરી ના માર્ગદશન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો મિલ્કત સંબંધી તેમજ વાહન ચોરીના અનડિટેક્ટ ગુન્હાઓ શોધવા સારૂ પ્રયત્નશીલ હતા.

દરમ્યાન હ્યુમન સોર્સીસથી મળેલ હકીકત આધારે રીક્ષા ચોરી કરવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ આરોપી કેતનભાઇ સેંધાભાઈ સરતાનભાઇ રાવળ રહે. હારીજ, કબીર કંપા સોસાયટી, ખાખડી રોડ સર્વોદય હાઇસ્કુલ પાછળ તા.હારીજ વાળા પાસેથી ચોરીમાં ગયેલ સીએનજી
પેસેન્જર રીક્ષા નંગ-૪ કી.રૂ.૮,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી બી.એન.એસ.એસ. કલમ-૧૦૬, ૩૫(૧)ઇ મુજબ કાર્યવાહી હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા સુરેશજી નાનાજી ઠાકોર રહે. ઝીલીયા તા.ચાણસ્મા હાલ રહે.રાણીપ, અમદાવાદ વાળા ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ : યશપાલ સ્વામી
- પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
- દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
- PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
- હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ