Gujarat

પાટણ : મામાનાં ઘેર રહેતી યુવતીની આબરૂ લેવાનો પ્રયાસ કરાયો

હારીજ તાલુકાનાં અડિયા ગામે ચંદ્રુમાણા ચોકડી ખાતે તેનાં મામાનાં ઘેર રહેતી એક યુવતીના ઘરમાં ગામના જ એક યુવાને પ્રવેશ કરીને તેની આબરૂ લેવાનાં ઇરાદે બાથે પડીને તેનો ડ્રેસનો ઉપરનો ભાગ ફાડી નાંખ્યો હતો. તેમને છોડાવવા વચ્ચે પડેલા વ્યક્તિને પણ બાથે પડીને તેનાં પણ કપડાં ફાડી નાંખ્યા હતા ને નખથી ઈજા કરી હતી.

આ બનાવ અંગે યુવતીએ હારીજ પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરીયાદમાં એવો આક્ષેપ કર્યો છે કે, એસવાયબીએ સુધીનો અભ્યાસ કરેલી 20 વર્ષિય આ યુવતિનું પિયર સરસ્વતિ તાલુકાનાં એક ગામે થાય છે ને તેનાં મામાનું ઘર હારીજના અડીયા ગામે થાય છે.

આ યુવતિ નાનપણથી તેનાં મામાનાં ઘરે રહેતી હતી તે દરમ્યાન તેને ગામનાં જ નરેશજી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો ને તેઓ બંનેએ માતા-પિતાની વિરુધ્ધમાં જઈને 12 મહિના પૂર્વે પોતાની રીતે પ્રેમલગ્ન કરી નોંધણી કરાવી હતી. આ લગ્ન બાદ યુવતિને તેનાં મા-બાપ બોલાવતાં ન હોવાથી તે તેનાં મામાનાં ઘેર જ રહેતી હતી ને સાસરીમાં જ જતી હતી. તે જ્યારે તેનાં મામાનાં ગામમાં રહેતી ત્યારે ગામનાં ગુગાજી યુવતિને ખરાબ નજરે જોઈને ગંદા ઇશારા કરી તેની સાથે સંબંધ રાખવા જણાવતો પણ યુવતિ તેની સાથે કોઈ સંબંધ રાખવા માંગતી નહોતી.

બુધવારે તા. 31મીનાં રોજ આ યુવતિ અને તેની સાસુ ઘરે હતા ત્યારે ધારીયા સાથે ઘરમાં આવી ગયેલા ગુગાજીએ તેનો હાથ પકડીને ‘તું કેમ મારું કહેવું માનતી નથી?’ તેમ કહી તેનો ડ્રેસ ફાડી નાંખ્યો હતો.તેની સાસુ વચ્ચે પડી હતી. આ બનાવ અંગે યુવતિએ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

स्वीमिंग पूल में बिकिनी पहन Mouni Roy ने लगाई आग कैसे और कहा चेक करे DOMS IPO Allotment Status ? 8999 में आया POCO का नया स्मार्टफोन! Poco C65 Launch Review सालार’ के लिए प्रभास ने ली इतनी फीस की आप भी हैरान हो जाएंगे ! Prabhas Salaar Fees MS Dhoni No. 7 jersey retired : महेंद्र सिंह धोनी की 7 नंबर की जर्सी रिटायर