પાટણ: ACBએ પોલીસકર્મી અને અન્ય એક શખ્સને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા
પાટણના વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સહિત અન્ય એક શખ્સને લાંચ લેતા એસીબીની ટીમે આબાદ ઝડપી બન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ બાબતે મળતી હકીકત મુજબ વાગડોદ પોલીસ સ્ટેશનમાંમા ફરજ બજાવતા મહેન્દ્રસિંહ શંભુજી રાણા, અ.પો.કો., વર્ગ-3 ના એ ફરિયાદીનું ટ્રેક્ટર બિનવારસી વાગદોડ પોલીસ સ્ટેશન જી.પાટણ વિસ્તાર માંથી મળી આવેલ જે પકડેલ ટ્રેક્ટર ને કોઈ પણ વહીવટી કાર્યવાહી કર્યા વગર પોલીસ સ્ટેશને રાખેલ હોય જે છોડાવવા સારું ફરિયાદી પાસે થી રૂ. 6 હજારની માગણી કરી તે રકમ મુકેશજી સતાજી ઠાકોર રહે. ઈન્દિરાપુરા વાગડોદ વાળાને આપવાનું જણાવેલ પરંતુ ફરિયાદી આ રકમ આપવા ન માગતા હોય તેઓ દ્રારા આ બાબતે એસીબી નો સંપર્ક કરી છટકું ગોઠવી માનસી પાર્લર, વાગડોદ ચોકડી પાસે રૂપિયા 6000/- લાંચની માંગણી કરેલ નાણા મુકેસજી સતાજી ઠાકોર એ સ્વીકારતા એસીબી ટીમના હાથે પકડાઈ જતાં ટીમે બન્ને સામે કાયદેસર ની કાયૅવાહી હાથ ધરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
એસીબી ની ટ્રેપ કરનાર અધિકારી:
એન.એ.ચૌધરી,પોલીસ ઇન્સ્પેકટર,બનાસકાંઠા
એ.સી.બી. પો.સ્ટે. પાલનપુર.અને સુપર વિઝન અધિકારી તરીકે કે. એચ. ગોહિલ,
મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ હાજર રહ્યા હતા.