રાધનપુર – વારાહી હાઈવે પર ખચોખચ ભરેલી જીપનું ટાયર ફાટતાં ટ્રકમાં ઘૂસી ગઈ, અકસ્માત માં 6 લોકોના મોત અને 12 ઘાયલ
પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે જીપ ટ્રકમાં ઘૂસી જતાં છ મોત નીપજ્યાં છે, જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે માર્ગ પર મોટી પીપળી નજીક રાજસ્થાનના મજૂરોને લઈને પસાર થતી જીપનું ટાયર ફાટતાં રોડ પર ઊભેલી ટ્રક સાથે જીપ અથડાતાં એમાં સવાર 6 લોકોનાં મોત નીપજ્યા હતા, તો 12 લોકોને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં લોકોએ તેમજ પોલીસતંત્રએ ઘટનાસ્થળે દોડી આવી અકસ્માતગ્રસ્ત વાહનમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જીપમાં સવાર લોકો રાધનપુરથી વારાહી જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માત બાબતે રાધનપુર ડી.વાય.એસ.પી. કે.કે. પંડ્યાને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, આ કમાન્ડર જીપમાં અંદાજીત 18 મુસાફરો ભરેલા હતા અને અગમ્ય કારણોસર જીપનું ટાયર ફાટતા ચાલકે સ્ટેરિગ પરનો કાબૂ ગુમાવતા રોડ સાઈડ ઉભેલ ટ્રક સાથે જીપ અથડાઈ હતી. જેમાં છ મુસાફરોના મોત નિપજ્યા છે. જ્યારે બાકીના મુસાફરોને ઈજાઓ પહોંચતા રાધનપુર અને ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
- सिद्धपुर हाईवे पर सरस्वती नदी पुल के पास रिक्शा-ट्रक की टक्कर में दंपती घायल
- पाटन नगर निगम ने यस प्लाजा-माधव ट्विन्स कॉम्प्लेक्स की 50 दुकानें सील कर दीं
- Gujarat Police Recruitment 2024 : गुजरात पुलिस में 9182 पदों पर निकली भर्ती
- Google Pay Se Paisa Kamaye : घर बैठे अपने मोबाइल पर Google Pay से प्रतिदिन 1000 रुपये कमाएं