Gujarat Budget 2023 : ભુપેન્દ્ર પટેલ સરકારનું 2023-24 વર્ષનું બજેટ રજૂ, જાણો શું જાહેરાતો થઈ
56 બેઠક જીત્યા પછી ભૂપેન્દ્ર પટેલ સરકારનું વર્ષ 2023-24નું આજે પ્રથમ બજેટ રજૂ થઈ રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના નાણામંત્રી કનુ દેસાઈ સતત બીજી વખત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરી રહ્યાં છે. ત્યારે આજે નાગરિકોની નજર ગુજરાતના બજેટ પર છે કે ભાજપને જંગી જીત આપ્યા બાદ સરકાર તેમની ઝોળીમાં શું આપે છે. નાણાં મંત્રી કનુ દેસાઈએ રાજ્યના બજેટ પર સંબોધન શરૂ કરતા કહ્યું કે, ગુજરાતની જનતાએ 15 મી વિધાનસભા ચૂંટણીમાં જનતાએ પ્રચંડ જના દેશ આપ્યો છે તેના માટે આભાર માનું છું. 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ તેઓએ રજૂ કર્યું. . જુઓ મહત્વની જાહેરાતો
અટલ ભુજલ યોજના અંતર્ગત સૂક્ષ્મ સિંચાઈ યોજનાને પ્રોત્સાહન આપવા 200 કરોડની જોગવાઈ
ભરૂચ, અમરેલી, મોડાસા, પાટણ, નવસારી અને ભૂજમાં બસ પોર્ટ બનશે
સૌરાષ્ટ્રામં પાણી પહોંચાડવા માટે 800 કરોડ ફાળવાયા
ખેડૂતોને વીજ જોડાણ અને રાહત દરે વીજળી આપવા 8287 કરોડની જોગવાઈ
ભરૂચ-દહેજને એક્સપ્રેસ-વે બનાવવા 160 કરોડની જોગવાઈ
વટામણ – પીપલી, સુરત – સચિન – નવસારી, અમદાવાદ – ડાકોર, ભુજ – ભચાઉ, રાજકોટ – ભાવનગર ને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા ₹384 કરોડની જોગવાઈ
ભરૃચ – દહેજ ને એક્સપ્રેસ વે બનાવવા ₹160 કરોડની જોગવાઈ
સુરત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ માટે ₹57 કરોડની જોગવાઈ
અમદાવાદ ગીતા મંદિર, ભરૂચ, અમરેલી, મોડાસા, પાટણ, નવસારી અને ભુજ માં બસ પોર્ટ બનશે
Gift સીટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ બનાવવા ₹150 કરોડની જોગવાઈ
સાબરમતી નદી પર સિરીઝ ઓફ બેરેજ બાંધવા માટે ₹ 150 કરોડની જોગવાઈ
ભાડભૂત યોજના માટે ₹ 1415 કરોડ
સરદાર સરોવર યોજના માટે ₹ 5950 કરોડ
ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રિંકલર વસાવવા ₹ 1500 કરોડ
નલ સે જલ યોજના માટે ₹2602 કરોડ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 5580 કરોડની જોગવાઈ
વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધો માટે આર્થિક સહાય યોજના હેઠળ 11લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા 1340 કરોડની જોગવાઈ
દિવ્યાંગોને પેન્શન આપવા માટે 58 કરોડની જોગવાઈ
બૌદ્ધિક અસમર્થતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય માટે 60 કરોડની જોગવાઈ
દિવ્યાંગનોને સાધન સહાય અને એસટી બસમાં મફત મુસાફરી માટે 52 કરોડની જોગવાઈ
પાલક માતા પિતા યોજના હેઠળની રાધા બાળકો માટે 73 કરોડની જોગવાઈ
અનુસૂચિત જાતિ માટે આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ 20 કરોડની જોગવાઈ
કુવરબાઈ મામેરુ યોજના હેઠળ 54 કરોડની જોગવાઈ
સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ 10 કરોડની જોગવાઈ
આદિજાતિ વિકાસ વિભાગ માટે 3410 કરોડની જોગવાઈ
આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને એકલવ્ય મોડેલ શાળાઓ માટે 667 કરોડની જોગવાઈ
કુમાર-કન્યા અને ગ્રાન્ટ ઇન છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે 245 કરોડની જોગવાઈ
આદિજાતિ ના એક થી આઠમાં અભ્યાસ કરતા 13 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ માટે 117 કરોડની જોગવાઈ
દૂધ સંજીવની યોજના હેઠળ આદિજાતિ તાલુકાના આઠ લાખ બાળકો માટે 144 કરોડની જોગવાઈ
રાજપીપળા ની બિરસા મુંડાતી યુનિવર્સિટી માટે 10 કરોડની જોગવાઈ
આદિજાતિ ખેડૂતોને મીની ટ્રેક્ટર, રોટાવેટર અને થ્રેસર જેવા આધુનિક કૃષિ યંત્રો માટે 29 કરોડની જોગવાઈ
આદિજાતિ વિસ્તારમાં સિંચાઈની સુવિધા વધારવા માટે 75 કરોડની જોગવાઈ
આદિજાતિ વિસ્તારની 15 હજાર મહિલા પશુપાલકોને સહાય માટે 34 કરોડની જોગવાઈ
- सिद्धपुर हाईवे पर सरस्वती नदी पुल के पास रिक्शा-ट्रक की टक्कर में दंपती घायल
- पाटन नगर निगम ने यस प्लाजा-माधव ट्विन्स कॉम्प्लेक्स की 50 दुकानें सील कर दीं
- Gujarat Police Recruitment 2024 : गुजरात पुलिस में 9182 पदों पर निकली भर्ती
- Google Pay Se Paisa Kamaye : घर बैठे अपने मोबाइल पर Google Pay से प्रतिदिन 1000 रुपये कमाएं