નવનિયુક્ત પાટણ જિલ્લા પોલીસ વડા ની શુભેચ્છા મુલાકાત લેતા બ્રહ્મ સમાજ ના આગેવાનો.
પાટણ જિલ્લાના નવ નિયુકત પોલીસવડા તરીકે વસંતભાઈ નાયીએ પોતાનો ચાજૅ સંભાળતા રાજકીય-સામાજિક આગેવાનો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોએ તેઓની રૂબરૂ મુલાકાત લઈ મીઠા આવકાર સાથે સ્વાગત સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

પાટણ જગન્નાથ મંદિર ના મે.ટ્રસ્ટી અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આચાર્ય, વિનોદભાઈ જોષી, અશ્વિનભાઈ જોષી એ પણ નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા ની શુભેચ્છા મુલાકાત લઈ શાલ, બુકે અને ધાર્મિક પુસ્તક અપૅણ કરી આવકાયૉ હતાં.
નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા વસંતભાઈ નાયી એ પણ સૌનો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરી પાટણ શહેર અને જિલ્લામાં લોકો ની શાંતિ અને સલામતી માટે પાટણ જિલ્લા પોલીસ હમેશા તત્પર રહી કાયદો વ્યવસ્થા કાયમી જળવાઈ રહે તેવી કામગીરી કરતી રહેશે તેવી હૈયાધારણા આપી હતી.
અહેવાલ : યશપાલ સ્વામી
- પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
- દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
- PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
- હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ