પાટણ ખાતે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઇ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્ય ભરમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પાટણ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી અને યોગ સેવક શીશપાલજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા યોગ કો ઓર્ડીનેટર અંકિતાબેન પટેલ દ્વારા આનંદ સરોવર ખાતે તા. ૨૧ ડિસેમ્બરના રોજ સાંજે ૪ થી ૫:૩૦ દરમિયાન પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચાર સો થી વધારે યોગપ્રેમી નગરજનો સહભાગી બન્યા હતા.

જેમાં જિલ્લા કો ઓર્ડીનેટર અંકિતાબેન પટેલ દ્વારા ઉપસ્થિત લોકોને યોગ અને પ્રાણાયામનું મહત્વ સમજાવી યોગ પ્રાણાયામ કરાવ્યા હતા. જ્યારે આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રવીણ ભાઈ દ્વારા ધ્યાનનું જીવનમાં મહત્વ સમજવામાં આવ્યું હતુ. પાટણ જિલ્લાની યોગ ટીમના અથાગ પ્રયત્નોથી પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ સફળ રહ્યો હતો.
- પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
- દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
- PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
- હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ
