Gujarat

નાયબ નિયામક ડો.એસ.કે.મકવાણા એ ધારપુર મુકામે મેડીકલ હોસ્પિટલ ધારપુર ખાતે ચાલતા આદર્શ હડકવા વિરોધી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી

“હડકવા વિશે જનજાગૃતિ કેળવીને, તેનાથી થતા મુત્યુદર શૂન્ય સુધી પહોંચાડવાની જવાબદારી આપણા સૌની” – નાયબ નિયામક ડો.એસ.કે.મકવાણા.

આજનાં રોજબરોજના જીવનમાં જનાવરના કરડવાથી ઘણા બધા સ્નેહજનોએ પોતાનાં સગાસંબંધીઓ ખોઈબેસે છે, ઘણીવાર ઘરના મોભી જ ખોવાનો વારો આવી જાય છે તેને લીધે ઘરપર ખૂબ જ મોટી આફત આવી પડે છે. તેના સંલગ્નમા નાયબ નિયામક ડો.એસ.કે.મકવાણાએ ધારપુર મુકામે મેડીકલ હોસ્પિટલ ધારપુર ખાતે ચાલતા આદર્શ હડકવા વિરોધી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી.
સામાન્ય રીતે હડકવાએ હડકવાયા પ્રાણીઓના કરડવાથી થતો એક જીવલેણ રોગ છે.

આ રોગથી બચવા માટે સમયસર જો આવા દર્દીઓને સારવાર આપવામાં આવે તો 100% જીવનું ડોખમ ઓછું કરી શકાય.આ અંતર્ગત ભારત સરકાર દ્રારા નેશનલ રેબીસ કંલ્ટ્રોલ કાર્યક્રમની શરૂવાત કરવામાં આવેલ છે. જેનો મુખ્ય ધ્વેય આ પ્રકારના થતા મરણને વર્ષ-2030 સુધીમાં શૂન્ય સુધી પહોંચાડવાનો છે.આ કાર્યક્રમના અમલીકરણ માટે નેશનલ સેન્ટર ફોર ડીસીજ કંન્ટ્રોલ(NCDC)ને નોડલ એજન્સી તરીકે નક્કી કરવામાં આવેલ છે.

ગુજરાત રાજ્યના તમામ જિલ્લાની અંદર આવતી જિલ્લા હોસ્પિટલ,સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ,સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે મોર્ડન એન્ટી રેબીજ ક્લીનીકની શરૂવાત કરવામાં આવેલ છે. જેના માટે સબંધિત જિલ્લાના જિલ્લા સર્વેલન્સ અધિકારીને જિલ્લા નોડલ અધિકારી તરીકે તેમજ સબંધિત હોસ્પિટલના આર.એમ.ઓને સંસ્થાના નોડલ અધિકારી કરીકે નીમવામાં આવેલ છે. જેના અનુંસંધાને રાજ્ય સરકાર દ્રારા આદર્શ હડકવા વિરોધી સારવાર કેન્દ્રોની શરૂવાત કરવામાં આવેલ છે.આ સારવાર કેન્દ્રો પર સારવાર માટે જરૂરી ડોક્ટર્સ અને દવાઓ,રસીઓ ઉપલબ્ધ છે.

તેમજ આ પ્રકારના દર્દીઓને ઝડપથી અને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે સુનિશ્ર્ચિત કરવાનો ધ્વેય છે.જેના ભાગરૂપે આજ રોજ તા.25/01/2023નો રોજ માન.વિભાગીય નાયબ નિયામક ગાંધીનગર, ડો.એસ.કે.મકવાણા દ્રારા મેડીકલ હોસ્પિટલ ધારપુર ખાતે ચાલતા આદર્શ હડકવા વિરોધી સારવાર કેન્દ્રની મુલાકાત લઈ ત્યા હાજર અધિકારીઓ અને કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ અને જનજાગૃતિ ફેલાય તે માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવવા જોઈએ.

આદર્શ હડકવા વિરોધી સારવાર કેન્દ્રની મુલાકાત દરમિયાન ડીન,GMERS MCH-ધારપુર, આર.એમ.ઓ,મેડીકલ હોસ્પિટલ-ધારપુર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,જિ.પં-પાટણ,જિલ્લા ક્ષય અધિકારી,પાટણ, જિલ્લા એપેડેમિક મેડીકલ ઓફિસર,જિ.પં-પાટણ સાથે અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

स्वीमिंग पूल में बिकिनी पहन Mouni Roy ने लगाई आग कैसे और कहा चेक करे DOMS IPO Allotment Status ? 8999 में आया POCO का नया स्मार्टफोन! Poco C65 Launch Review सालार’ के लिए प्रभास ने ली इतनी फीस की आप भी हैरान हो जाएंगे ! Prabhas Salaar Fees MS Dhoni No. 7 jersey retired : महेंद्र सिंह धोनी की 7 नंबर की जर्सी रिटायर