ગુજરાત જળ સંપતિ વિકાસ નિગમ લીમીટેડ દ્વારા વોટર ફ્લોમીટર લગાવવા અંગે જાહેર સૂચના
વોટર ફ્લોમીટરથી લેવામાં આવતા રીડીંગનું કોઇ બીલ બનાવવામાં આવતું નથી તે અંગે સ્પષ્ટતા
કાર્યપાલક ઇજનેર(યાં), યુનિટ-3, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અટલ ભુજલ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના છ જિલ્લાઓ જેવા કે ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાઓના ૩૬ તાલુકાઓની ૧૮૭૩ ગ્રામ પંચાયતમાં ભુગર્ભ જળ વ્યવસ્થાપન માટે ભુગર્ભ જળ પુરવઠો વધારવા તેમજ ભુગર્ભ જળની માંગ ઘટાડવા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી રહેલ છે. જે પૈકી સરકારી/ખાનગી પા.કુવા/કુવા ધ્વારા ભુગર્ભજળ વપરાશની જથ્થાની ફક્ત ગણતરીના માપન માટે વોટર ફ્લોમીટર લગાડવાની કામગીરી હાલમાં ચાલી રહેલ છે.
જેમાં ખેડુતોની સંમતિ મેળવવામાં આવેલ છે અને તેનો હેતુ અમુલ્ય ભુગર્ભ જળનો કેટલો વપરાશ થયો તેની જાણકારી માટે રીડીંગ લેવાનો છે. આવા મહત્વના માહિતી એકત્રીકરણથી ભૂગર્ભ જળના વિકાસને લગતી પરિયોજનાઓનું આયોજન કરી શકાય. વોટર ફ્લોમીટરથી લેવામાં આવતા રીડીંગનું કોઇ બીલ બનાવવામાં આવતું નથી કે પાણી વપરાશકર્તા ખેડુતો પાસેથી કોઈ ચાર્જ લેવાનો થતો નથી કે ભવિષ્યમાં કોઇ ચાર્જ લેવાનું આયોજન નથી. તે બાબતે જે બોર/પાતાળકુવા પર વોટર ફ્લોમીટર લગાડવામાં આવી રહ્યા છે તે તમામ ખેડુતોને આ બાબતની જાણકારી આપી માહિતગાર કરી ખેડુતની સંમતિ મેળવીને લગાડવામાં આવેલ છે.