Atma Yojana દ્વારા પાટણ જિલ્લાની નવ તાલુકાની મહિલાઓનો જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસ યોજાયો
Atma Yojana : ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા યોજના પાટણના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લાના નવ તાલુકાઓની મહિલાઓને જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસ, તાલીમ અને મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી.

જે અંતર્ગત મુખ્ય સંશોધન કેન્દ્ર કપાસ, સુરત તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી તેમજ વિવિધ વિભાગોની મુલાકાત અને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપવામાં આવી હતી. ખેતી અને પશુપાલન સાથે પ્રાકૃતિક ખેતી અપનાવી મહિલાઓ આત્મ નિર્ભર બની શકે એ માટે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રગતિશીલ મહિલાઓએ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અને ગાયના ગોબરમાંથી ઘન જીવામૃત બનાવવાનું ડેમોસ્ટ્રેશન કરી સમજણ આપી હતી. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનના વેચાણ થકી મહિલાઓ આત્મનિર્ભર બની શકે એ માટેની માહિતી પણ આપવામાં આવી હતી.
- પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
- દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
- PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
- હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ