પાટણની શિવમ રેસિડેન્સીમાં રહેતા વિપુલ પટેલ નામના યુવકે રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
પાટણ શહેરના વાળીનાથ ચોક નજીક આવેલી શિવમ રેસીડેન્સીમાં રહેતા અને વ્યવસાયે શિક્ષક એવા વિપુલ પટેલ નામના યુવકે રહસ્યમયી સંજોગોમાં મોડી રાત્રે પોતાના ઘરમાં જ ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લેતાં પરિવારને માથે આભ તૂટી પડ્યું છે.
મળતી માહિતી મુજબ પાટણ શહેરમાં આવેલ વાળીનાથ ચોક નજીક આવેલ શિવમ રેસીડેન્સીમાં વિપુલ ચિમનભાઈ પટેલ તેમની પત્ની પિનલબેન અને 7 વર્ષની દીકરી સાથે રહેતા હતા અને વ્યવસાયે શિક્ષક હતા. મોડી રાત્રી સુધી ઘરે તેઓએ ઘરે પેપર ચેક કર્યા હતા અને જ્યારે ઘરના બધા સભ્યો સૂઈ ગયા ત્યારે ઘરના અન્ય રૂમમાં જઈ તેઓએ પંખા સાથે વાયર બાંધી ગળે ટૂંપો ખાઈ લીધો હતો.
પોતાના પતિ પરત ના આવતાં પિનલબેને ઘરમાં તપાસતાં તેઓના પતિ પંખે લટકતા જોઈને ડઘાઈ ગયા હતા. તેઓએ તુરંત આસપાસના લોકો અને પરિવારજનોને જાણ કરી હતી પરંતું ત્યાં સુધીમાં વિપુલનું મોત નીપજી ચૂક્યું હતું.આ મામલે પાટણ શહેર બી ડીવીઝન પોલીસે અકસ્માતે મોતની નોંધ લઈ આપઘાત કરવા પાછળના કારણો જાણવા તજવીજ હાથ ધરી છે.
- सिद्धपुर हाईवे पर सरस्वती नदी पुल के पास रिक्शा-ट्रक की टक्कर में दंपती घायल
- पाटन नगर निगम ने यस प्लाजा-माधव ट्विन्स कॉम्प्लेक्स की 50 दुकानें सील कर दीं
- Gujarat Police Recruitment 2024 : गुजरात पुलिस में 9182 पदों पर निकली भर्ती
- Google Pay Se Paisa Kamaye : घर बैठे अपने मोबाइल पर Google Pay से प्रतिदिन 1000 रुपये कमाएं