પાટણના જૂના બસ સ્ટેશનથી રિક્ષા માં બેઠેલા મુસાફરના ખિસ્સામાંથી ખિસ્સાકાતરુઓ રોકડ રકમ સેરવી ગયા
પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી મુસાફરને લૂંટી લેવાના કિસ્સા બનતા હોય છે. ત્યારે પાટણ શહેરના જુના બસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં બેઠેલા મુસાફરને વાતોમાં ઉલજાવી અન્ય પેસેન્જરના રૂપમાં બેઠેલા શખ્સો દ્વારા ખિસ્સા માં રહેલી રૂપિયા 7,000 ની રકમ સિફત પૂર્વક રીતે સેરવી લેતા અને આ બાબતની જાણ મુસાફરને થતા તેને પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં જુના બસ સ્ટેશન સામે આવેલ હોસ્પિટલમાં ડાયાલિસિસ અર્થે આવેલા કસરા ગામના જેસંગપુરી કાશીપૂરી ગોસ્વામી નામનો શખ્સ ડાયાલિસિસ કરાવી ગામડે જવા જુના બસ સ્ટેશન પાસે થી રિક્ષામાં બેઠા હતા ત્યારે રિક્ષામાં બેઠેલા અન્ય ત્રણ મુસાફરોએ રિક્ષામાં હવા ઓછી હોય તેમ કહી પાછળની સીટમાં બેસી સિફત પૂર્વક રીતે જેસંગપુરીના ખિસ્સામાં રહેલ રોકડ રકમ રૂપિયા 7000 સેરવી લીધી હતી અને બાદમાં રીક્ષા ચાલકે તેઓને પાટણ શહેરના પારેવા સર્કલ નજીક ઉતારી પોતાની રીક્ષા લઇ ફરાર થયા હતા.
રિક્ષામાંથી ઉતરીને જેસંગપુરી ગોસ્વામી એ પોતાના ખિસ્સા તપાસતા ખિસ્સામાં રહેલી રોકડ રકમ ના જણાતા તેઓ હાફળા ફાફળા બની ગયા હતા ને રીક્ષા ચાલકની શોધ ખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ જગ્યાએ રીક્ષા ચાલકનો પતો ન લાગતા તેઓએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરા ના ફૂટેજ આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું.
- सिद्धपुर हाईवे पर सरस्वती नदी पुल के पास रिक्शा-ट्रक की टक्कर में दंपती घायल
- पाटन नगर निगम ने यस प्लाजा-माधव ट्विन्स कॉम्प्लेक्स की 50 दुकानें सील कर दीं
- Gujarat Police Recruitment 2024 : गुजरात पुलिस में 9182 पदों पर निकली भर्ती
- Google Pay Se Paisa Kamaye : घर बैठे अपने मोबाइल पर Google Pay से प्रतिदिन 1000 रुपये कमाएं