પાટણ : બાઇક ચાલકે મહિલાને અડફેટે લેતાં મોત
પાટણ શહેરમાં શાંતિનાથ સોસાયટીના નાકા પાસે મહિલાને બાઇક ચાલકે અડફેટે લેતાં મહિલા રોડ પર પટકાતાં તેને ગંભીર ઇજાઓ થતાં સારવાર મોત થયું હતું.
પાટણ શહેરમાં સુરમ્ય રેસીડેન્સી ખાતે રહેતા 33 વર્ષીય રંજનબેન રઘુવીરજી ઠાકોર શાંતિનાથ સોસાયટીના નાકે રોડ પર ચાલતા જતા હતા તે વખતે એક બાઈક ચાલકે તેમને ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાતાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અંગે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે બાઈક ચાલક સામે રઘુવીરજી મગનજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી.
- બ્રશ છે કે સ્માર્ટફોન? 180 દિવસનો બેટરી બેકઅપ, 6 મોશન સેન્સર, ટાઇપ-સી ચાર્જિંગ અને વધુ, જાણો કેટલી છે કિંમત?
- પાટણ : બાઇક ચાલકે મહિલાને અડફેટે લેતાં મોત
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખેડૂતોને મોટી ભેટ
- મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 41 લાખથી વધુ વિદ્યાર્થીઓને થશે ફાયદો