Vagharelu Dahi Recipe | ઢાબા જેવા જ સ્વાદનું વઘારેલું દહીં બનાવવાની રીત
Vagharelu Dahi Recipe : જમવામાં વધારેલું દહીં ઘણા લોકોને પસંદ હોય છે. દહી ખાવાનો સ્વાદ વધારે છે. ત્યારે તેની અલગ જ વાનગી ઘણા ઘરોમાં જોવા મળે છે. આ વધારેલા દહીનીં રેસીપી આજે ગુજરાતી જાગરણ તમને જણાવશે. તે ઘણા દહીં તીખારી પણ કહે છે. તો ચાલો જાણીએ દહીં તીખારીની રેસીપી.
Vagharelu Dahi માટે સામગ્રી:
- દહીં – 2 કપ (સુધી મીઠું નાખેલું)
- તેલ – 2 ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
- મરચું – 2 (કાપેલા)
- રાઈ – 1 ચમચી
- જીરુ – 1/2 ચમચી
- હળદર પાઉડર – 1/4 ચમચી
- હિંગ – ચપટી
- લસણ – 2-3 કળી (કાપેલી)
- લીંબુનો રસ – 1 ચમચી (ઈચ્છિત હોય તો)
- કોથમીર – ગાર્નિશ માટે
ઢાબા જેવા જ સ્વાદનું Vagharelu Dahi બનાવવાની રીત
- દહીંને એક વાસણમાં લઈ સારી રીતે ફેન્ટો.
- જો જરૂરી હોય તો થોડું પાણી ઉમેરીને દહીંને પાતળું કરી લો.
- એક નાના કડાઈમાં તેલ ગરમ કરો.
- તેમાં રાઈ, જીરુ, હિંગ અને હળદર ઉમેરો.
- રાઈ ફૂટી જાય એટલે તેમાં લસણ અને કાપેલા મરચાં ઉમેરો.
- તૈયાર વઘારને ફેન્ટેલા દહીંમાં ઉમેરો.
- મીઠું સ્વાદ અનુસાર ઉમેરો.
- કોથમીરની પાંદડીઓ છાંટીને સજાવટ કરો.
ટિપ્સ
- દહીં તાજું અને મીઠું રાખો જેથી સ્વાદ મજેદાર બને.
- મીઠું અંતમાં ઉમેરો જેથી દહીં પાણી છૂટું ન કરે.