પેટ્રોલ ભરાવવા ગાડી ધીમી પાડી ને પાછળથી કારે ધડામ કરતી ઠોકી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ નજીક દલપુર પાસે ગુરુવારે વહેલી સવારે અમદાવદથી ઇડર ઓડ પરિવારની લગ્નની જાનનો કાફલો જતો હતો. દરમિયાન વરરાજા અને તેના ભાઈની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વરરાજા સહિત 6 જણાને ઈજા થઇ હતી. જેમાં ચાર ગંભીર ઈજાગ્રસ્તોને હિંમતનગર સારવાર આપ્યા બાદ અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અક્સમાતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદની સિવિલ ચાર રસ્તા પાસે મોહન સિનેમા નજીક ઓડ પરિવારના વરરાજા રીધમ વિનોદભાઈ ઓડની જાનમાં કારનો કાફલો લઈને પરણવા ગુરુવારે સવારે નીકળ્યા હતા. સાથે વરરાજાની માતા હિરલબેન વિનોદભાઈ ઓડ, દાદાજી બાલાજી ઓડ, મોન્ટુભાઈ ઓડ અને અન્ય સંબંધીઓ વરરાજાની કાર અને પાછળની બીજી કારમાં બેઠા હતા. કારના કાફલા સાથે લગ્નની જાન ઇડરમાં પંડ્યા સોસાયટીમાં જઈ રહી હતી.
દરમિયાન પ્રાંતિજથી હિંમતનગર નેશનલ હાઈવે નં. 8 પર આવેલા સલાલ પાસેના દલપુર નજીક રોડ પર કાફલામાં જતી કાર પૈકી વરરાજાની કાર અને તેના ભાઈની કાર વચ્ચે ગુરુવારે સવારે 8:16 મિનિટે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નજીકના પેટ્રોલ પંપમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થયો હતો.
રીધમની કાર સાથે તેના ભાઈ મોન્ટુની કાર ટકરાઈ હતી. જેમાં રીધમની માતા, દાદાજી, ભાઈ અને અન્ય બે જણાને શરીરે ઈજાઓ થઇ હતી. બંને કારના કુરચા થઇ ગયા હતા. ઈજાગ્રસ્તોને બીજા વાહનમાં સારવાર અર્થે હિંમતનગરમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર આપ્યા બાદ માતા, દાદાજી સહિત ચાર જણને અમદાવાદ સારવાર અર્થે લઇ ગયા હતા.
બીજી તરફ વરરાજા રીધમને સામાન્ય ઈજા થવા પામી હતી અને અન્ય કારમાં બેસીને લગ્ન કરવા માટે ઇડર જાનૈયાઓ સાથે નીકળી ગયો હતો. અકસ્માત અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- Google Pay Loan: Google Pay देता है 5 लाख का पर्सनल लोन, मोबाइल से ऐसे करें अप्लाई
- सिद्धपुर हाईवे पर सरस्वती नदी पुल के पास रिक्शा-ट्रक की टक्कर में दंपती घायल
- पाटन नगर निगम ने यस प्लाजा-माधव ट्विन्स कॉम्प्लेक्स की 50 दुकानें सील कर दीं
- Gujarat Police Recruitment 2024 : गुजरात पुलिस में 9182 पदों पर निकली भर्ती