Tabela Loan Yojana Gujarat 2023 | તબેલા લોન યોજના 2023
રાજ્યમાં વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આદિજાતિ વિભાગ દ્વારા પણ ઘણી બધી સ્વરોજગાર યોજના ચલાવવામાં આવે છે. જેમ કે બ્યુટી પાર્લર લોન યોજના, લેપટોપ લોન યોજના વગેરે. મિત્રો આજે આ આર્ટિકલ દ્વારા Tabela Loan Yojana Gujarat 2023 વિશે ટૂંકમાં માહિતી તથા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.
Tabela Loan Yojana Gujarat 2023
તબેલા લોન યોજના 2023 ગુજરાતના અનુસુચિત જન જાતિના નાગરિકોને લાભ આપવામાં આવે છે. આ યોજનાનાં Adijati Vibhag Gujarat દ્વારા આપવામાં આવે છે. આ આર્ટિકલના માધ્યમથી ગુજરાતનાં જે પશુપાલક અને ખેડુતોને પોતાના ગાય-ભેંસનો વ્યવસાય કરે છે. તેમને આ લોન મળશે. જેમને તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો-ભેંસ છે પણ લોકો પર સંભાળ રાખવા માટે કોઈ સારી જગ્યામાં તબેલો બનાવી શકે તે જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર આદિજાતિ વિભાગ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. આ લોન મેળવવા માટે Adijati Gujarat Website પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.
Hightlight Point of Tabela Loan Yojana
યોજનાનું નામ | તબેલા લોન યોજના2023 |
આર્ટિકલનું નામ | તબેલા લોન માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ગુજરાતના આદિજાતિના નાગરિકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે આ ધિરાણ સહાય આપવામાં આવે છે. આદિજાતિના લાભાર્થીઓને સ્વરોજગારી યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપવાથી જીવન ધોરણ ઉચું લાવી શકાય અને પગભર બનાવી શકાય છે. |
ક્યા લાભાર્થીઓને આ લોન મળશે? | ગુજરાતના એસ.ટી (ST)ના નાગરિકો |
યોજના હેઠળ લોનની રકમ કેટલી મળશે? | આ યોજના હેઠળ લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે. |
લોન પર વ્યાજદર કેટલો લાગશે? | વાર્ષિક 4% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2% દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે. |
લોન માટે ક્યાં-ક્યાં જોઈએ? | આ યોજના માટે જે ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી અહિં ક્લિક કરો. |
Official Website | Office Website |
Online Apply | Direct Online Apply |
તબેલા લોન યોજના માટેની પાત્રતા
તબેલા લોન યોજના 2023 માટે કેટલીક પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ બાબત વિશે થોડું જાણી લઈએ.
લાભાર્થી આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
અરજદાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
લાભાર્થી પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
લાભાર્થીએ જે તબેલાના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
તબેલો ચલાવવાની જાણકારી અથવા તાલીમ લીધી હોવી જોઈશે.
તબેલા અંગે ઓછામાં ઓછું એક કે બે દૂધાળા પશુ પાળેલ હોવા જોઈશે.
કામ કર્યાનો અનુભવ હોવો જોઈશે અને તેમ જ દૂધ મંડળીના સભ્ય હોવા જોઈશે.
છેલ્લા 12 માસમાં દૂધમંડળીમાં દૂધ ભરેલ હોય તેની પાસબુક રજૂ કરવાની રહેશે.
તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
કુટુંબના કોઈ પણ વ્યકિતએ IDDP યોજના હેઠળ જીટીડીસીમાંથી લાભ લીધેલ ના હોવો જોઈએ.
અરજદારને ગાય ભેંસને સેવા કરતા આવડવું જોઈએ.
તબેલા માટેની લોન યોજનામાં વ્યાજદર અને ફાળો
Tabela Loan Scheme માં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે, તેની માહિતી નીચે મુજબ છે.
લાભાર્થીને રૂપિયા 4 લાખ નું ધિરાણ મળશે.
લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. જે Tabela Loan Subsidy બરાબર છે.
તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.
આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.
How To Online Apply Of Tabela Loan Yojana 2023
આદિજાતિ વિભાગ દ્વારા અનુસુચિત જન જાતિના લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે કામ કરે છે. જેના માટે ઘણી બધી લોન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. S.T. જ્ઞાતિના નાગરિકોને તબેલા માટે ધિરાણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.
Google Search જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
જેમાં “Adijati Vikas Vibhag Gujarat” ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
હવે તમને Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.
FAQ’s – વારંવાર પૂછાતા પ્રશ્નો અને તેના જવાબો
- Tabela Loan Scheme Gujarat હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવે છે?
જવાબ: ગુજરાતના લાભાર્થીઓને આ યોજના હેઠળ કુલ રૂપિયા 4 લાખની લોન આપવામાં આવે છે. - તબેલા લોન યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા નક્કી થયેલી છે?
જવાબ: લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે. - Tabela Loan Yojana નો લાભ કોણે આપવામાં આવે છે?
જવાબ: ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિ(ST) જ્ઞાતિના નાગરિકોને આ લોન આપવામાં આવે છે. - તબેલા લોન યોજના હેઠળ લોન કેટલા વ્યાજદર સાથે આપવામાં આવે છે?
જવાબ: તબેલા લોનનો નવો વ્યવસાય ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.
- सिद्धपुर हाईवे पर सरस्वती नदी पुल के पास रिक्शा-ट्रक की टक्कर में दंपती घायल
- पाटन नगर निगम ने यस प्लाजा-माधव ट्विन्स कॉम्प्लेक्स की 50 दुकानें सील कर दीं
- Gujarat Police Recruitment 2024 : गुजरात पुलिस में 9182 पदों पर निकली भर्ती
- Google Pay Se Paisa Kamaye : घर बैठे अपने मोबाइल पर Google Pay से प्रतिदिन 1000 रुपये कमाएं