પાટણ પ્રજાપતિ યુથ કલબ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો ભક્તિમય માહોલમાં કરાયો પ્રારંભ
સમાજ સેવાની સાથે સાથે ધાર્મિક પ્રવૃત્તિ કરતી પાટણ પ્રજાપતિ યુથ ક્લબ સંસ્થા દ્વારા શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં શ્રી પદ્મનાભ વાડી પરિસર ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું તારીખ 16 ડિસેમ્બર થી તારીખ 22 ડિસેમ્બર નિત્ય બપોરે ત્રણ થી છ ના સમય દરમિયાન પાટણના જાણીતા ભાગવત કથાકાર શૈલેષભાઈ ત્રિવેદીના કંઠે આયોજન કરવામાં આવ્યું છે.
પાટણ પ્રજાપતિ દ્વારા શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસર ખાતે આયોજિત કરાયેલ શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના પ્રારંભ પ્રસંગે યજમાન પરિવાના નિવાસ્થાનેથી ભવ્ય પોથીયાત્રા ભક્તિ સંગીતના સૂરો વચ્ચે પ્રસ્થાન પામીને કથા મંડપમાં આવી પહોંચતા ઉપસ્થિત ભક્તો દ્વારા પોથીયાત્રાનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કથાચાર્ય શૈલેષભાઈ ત્રિવેદી દ્વારા પોથીનું પૂજન કરી શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેનો મોટી સંખ્યામાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના બંધુઓ સહિત પાટણ પ્રજાપતિ યુથ ક્લબના પરિવારજનોએ ઉપસ્થિત રહી લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.
અહેવાલ : યશપાલ સ્વામી
- પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
- Income Tax Recruitment 2025 । Income Tax વિભાગમાં લેખિત પરીક્ષા વગર નોકરીની તક
- બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
- રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો