હિટ એન્ડ રન: હારીજના ખાખડી નજીક કારચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષાસવારનું મોત, ચાર ઘાયલ
હારીજ તાલુકાના ખાખડી ગામ નજીક પસાર થતી નર્મદાની કૈનાલ પાસે કારચાલકે રીક્ષાને ટક્કર મારતાં રીક્ષામાં સવાર 4 ઈસમોને ઈજાઓ થવા પામી હતી. જેમાં આધેડનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
હારીજથી પેસેન્જર ભરીને રીક્ષા થરોડ મુકામે જઈ રહી હતી. તે સમયે ખાખડી નજીક પસાર થતી નર્મદાની કેનાલ પાસે કારના ચાલકે પોતાની રીક્ષાને ટક્કર મારતાં ચાર ઈસમોને ગંભીર ઈજાઓ થવા પામી હતી.અકસ્માત કરી ચાલક કાર લઈ રફૂચક્કર થઈ ગયો હતો. જેમાં સ્થાનીક લોકો અકસ્માત થયાના સમાચાર મળતા ધટના સ્થળે દોડી આવ્યા હતા.
આ અકસ્માતમાં હારીજ નર્સરીમાં નોકરી કરતાં અને થરોડ ગામના સેધાજી ખોડાજી ઠાકોરને ગંભીર ઈજાઓ થતાં પાટણ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જેથી તેમના પુત્રએ મથકે કારના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
- પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
- દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
- PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
- હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ