રાણકી વાવ હેરિટેજ રોડ ઉપર બેફામ દોડતા ટર્બોને બંધ કરાવવા તંત્ર સામે રજૂઆત
વોર્ડ નં. ૧માં યોજાયેલી પ્રથમ રાત્રિ શહેરી સભામાં સરકારી અધિકારીઓ સામે રહિશોએ રજુઆત કરી
પાટણ શહેરનાં ‘રાણીની વાવ’ નાં હેરિટેજ રોડ ઉપર રેત ભરેલા ટર્બાઓ અકસ્માત માટેનાં મોટા કારણ બની શકે તેમ હોવાથી તેને આ રોડ પરથી દોડતા બંધ કરવામાં આવે. તેવી એક સૂરે માંગણી મંગળવારની રાત્રે પાટણનાં વોર્ડ નં. ૧માં યોજાયેલી સરકારની “રાત્રિ સભા માં આ વિસ્તારનાં લોકોએ અને જનપ્રતિનિધિએ અધિકારીઓ સમક્ષ ઉઠાવી હતી.
સરકારે જે રીતે પાટણનાં ગ્રામ્ય વિસ્તારોમાં “ગ્રામ રાત્રિ સભાઓ યોજવાનો ઉપક્રમ શરૂ ર્ક્યો છે તો હવે શહેરી વિસ્તારોમાં પણ “શહેરી રાત્રિ સભાનો પ્રારંભ ર્ક્યો છે. જેના ભાગરૂપે મંગળવારે રાત્રે તેનો પ્રારંભ પાટણ શહેરનાં વોર્ડ નં. ૧ માંથી કરવામાં આવ્યો હતો.
આ શહેરી રાત્રિ સભામં પાટણનાં મામલતદાર, સીટી મામલતદાર, પોલીસ અધિકારીઓ, પાટણ નગરપાલિકાનાં ચીફ ઓફીસર, નગરપાલિકાનાં અધિકારી-કર્મચારી અને આ વોર્ડમાં સુધરાઇ સભ્ય મનોજ કે. પટેલ તથા ૬૦ જેટલા પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ રાત્રિ સભામાં લોકોની સ્થાનિક સમસ્યાઓ, પ્રશ્ર્નોને સાંભળવામાં આવ્યા હતા તથા સરકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. એમ ચીફ ઓફીસર સંદિપભાઇ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ વિસ્તારનાં હેરીટેઝ રોડ ઉપરથી રેતનાં ટર્બા દોડતા હોવાથી અકસ્માતનો ભય રહેલો હોવાથી તેને બંધ કરવા માટેની અમારી સમક્ષ આ મહત્વની રજુઆત અગેનાં રહિશોએ કરી હતી.
આ માંગણી બાબતે વધુ પ્રકાશ પાડતા મનોજ કે. પટેલે જણાવ્યું કે, આ રાત્રિ સભામાં પાણી, રોડ જેવા પ્રશ્ર્નો હતા પણ તે ૫૦% પૂરા થઇ ગયા છે. પરંતુ આખા પાટણમાં રાત્રે ૭ થી ૯ દરમ્યાન ટર્બાઓને શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં પાટણનાં રાણીની વાવ રોડ ઉપરથી અસંખ્ય ટર્બાઓ દોડી રહ્યા છે.
આ બેઠક દરમ્યાન પણ અનેક ટર્બાઓ દોડતા જોવા મળ્યા હતા. એમ.એન. હાઇસ્કૂલ વિસ્તારમાં સી.સી.ટી.વી. કેમેરા ચાલુ છે. તેમ છતાં તેઓની સામે કોઇ એકશન લેવાતા નથી જ્યારે કોઇ વાહન પર મોબાઇલ પર વાત કરતો હોય ત્યારે તેને દંડ ફટકારવામાં આવે છે.
- Google Pay Loan: Google Pay देता है 5 लाख का पर्सनल लोन, मोबाइल से ऐसे करें अप्लाई
- सिद्धपुर हाईवे पर सरस्वती नदी पुल के पास रिक्शा-ट्रक की टक्कर में दंपती घायल
- पाटन नगर निगम ने यस प्लाजा-माधव ट्विन्स कॉम्प्लेक्स की 50 दुकानें सील कर दीं
- Gujarat Police Recruitment 2024 : गुजरात पुलिस में 9182 पदों पर निकली भर्ती