HNGUમાં દારૂકાંડ મામલે પ્રદર્શન ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં પોલીસે ગુનો નોંધાઈ
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં પાટણનાં ધારાસભ્ય કિરીટ પટેલ અને પાટણ જિલ્લા NSUIનાં સભ્યોએ વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શનનાં ભાગરૂપે ભૂખ હડતાળ કરી હતી. દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUIના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને કેટલાક ઠેકાણે ઉગ્ર માહોલ દેખાયો હતો. ત્યારે NSUI અને કોંગ્રેસના આગેવાનો દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PSIએ MLA કિરીટ પટેલ સહિત 14 સામે નામજોગ તથા 200ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.
યુનિવર્સિટીમાં ધરણા અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ વખતે ઉગ્ર વિરોધ પ્રદર્શનો કર્યા હતા. પોલીસે તેને ગુનાહિત પ્રવૃતિ ગણીને પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે. bns કલમ 49, 54,121(1) 132, 221, 224, 189. 123, 352. 223 અંતર્ગત ફરિયાદ નોંધી છે. જે ગુનાની આગળની કાર્યવાહી કરવાની તપાસ બી ડિવિઝનના PI પી.વી. વસાવા કરી રહ્યા છે. આરોપીઓને પકડી આગળની તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જિલ્લાની પોલીસ એજન્સીઓ હાલમાં કાર્યરત છે.
યુનિવર્સિટીમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ભૂખ હડતાળ કાર્યક્રમનું આયોજન પરવાનગી વિના કાર્યક્રમનું આયોજન, પોલીસ કામગીરીમાં રુકાવટ પોલીસ સાથે ઘર્ષણ તેમજ પોલીસ કર્મીને લાફો માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
આતલ લોકો સામે નામજોગ ફરિયાદ
- કિરીટ પટેલ, ધારાસભ્ય પાટણ
- ચંદનજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુર
- ઘેમર દેસાઇ, કોગ્રેસ નેતા
- હાર્દિક પટેલ
- સોહમ પટેલ
- અમિત પ્રજાપતિ
- ભરત ભાટીયા
- અદનાન મેમણ
- દાદુશી ઠાકોર જિલ્લાના NSUI પ્રમુખ
- હિતેશ દેસાઈ શહેર પ્રમુખ NSUI
- મેહુલ દાન ગઢવી
- જય ચૌધરી
- પ્રેમ પટેલ
- નિખિલ પટેલ કોંગ્રેસ અને એનએસયુઆઇના મળી 200 કાર્યકરો
અહેવાલ : યશપાલ સ્વામી
- પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
- દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
- PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
- હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ