પાટણ જિલ્લામાંથી વધુ એક બોગસ ડોક્ટરને પોલીસે પકડી પાડ્યો
સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામેથી એસઓજી પોલીસની ટીમ બાતમી આધારે રેડ કરી ઇન્જેક્શન દવાઓ અને મેડિકલના સાધનો સાથે ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને પકડી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.
પાટણ એસ.ઓ.જી પોલીસની ટીમ કાકોશી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે ખડીયાસણ ગામે ખડીયાસણ થી સહેસા તરફ જતા રોડની બાજુમાં ગ્રામ પંચાયત પાસે આવેલા મકાનમાં રસુલપુરા ગામે રહેતા શબ્બીરઅલી યુનુસભાઇ ધાગા ડોક્ટરની ડિગ્રી મેળવ્યા વગરજ દવાખાનુ ચલાવે છે તેવી બાતમી મળતા પોલીસે રેડ કરી બીમાર લોકોને તપાસી દવા અને ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ભર્યું કૃત્ય કરી તેમના પર ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા શબ્બીર અલી યુનુસભાઈ ધાગા ને રૂ 7,931 ની દવાઓ ઇન્જેક્શન અને મેડિકલ ના સાધનો સાથે પકડી પાડી તેમની સામે કાકોશી પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી.