પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
પાટણ શહેરમાં અંબાજી નેળીયા વિસ્તારમાં આવેલ પ્રાર્થના વિહાર સોસાયટીમાં જીઈબી દ્વારા રહીશો ની મંજૂરી વગર હાથ ધરાયેલી સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી સામે શહેર કોંગ્રેસ સમિતિએ સ્થળ પર પહોંચી જીઇબી ના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલીફોનિક વાર્તાલાપ કરી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરાવી હોવાનું શહેર કોગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના કાયૅકરો એ જણાવ્યું હતું.
આ બાબતે મળતી માહિતી મુજબ ગુરૂવારે સવારે પાટણ શહેરના અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલ પ્રાર્થના વિહાર સોસાયટીના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી જીઈબીના કર્મચારી દ્વારા હાથ ધરવામાં આવી હતી. પરંતુ લોકોએ સ્માર્ટ મીટર લગાવવાની મનાઈ કરતાં હોવા છતાં જીઇબી ના કર્મચારીઓ દ્વારા લોકોના ઘરમાં પ્રવેશ કરીને સ્માર્ટ મીટર બદલવાની કામગીરી ચાલુ રાખતા આ બાબતની જાણ વિસ્તારના લોકોએ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખને કરતા પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ પોતાના કાર્યકરો ની ટીમ સાથે પાર્થના વિહાર સોસાયટી દોડી આવ્યા હતાં અને જીઈબી દ્રારા સ્માર્ટ મીટર લગાવતા કર્મચારી જોડે ચર્ચા કરી સરકારે સ્માર્ટ મીટર લગાવવાનું હાલ પૂરતું બંધ રાખેલ હોવા છતાં તમે કેમ મીટર લગાવો છો તેવી રજૂઆત કરતા જીઈબી ના ફરજ પરના કર્મચારી દ્વારા સ્માર્ટ મીટર લગાવવા મામલે તેમના ઉચ્ચ અધિકારી ને કોગ્રેસ પ્રમુખ સાથે ટેલીફોનિક વાતચીત કરાવતા કોગ્રેસ પ્રમુખે અધિકારીને સ્માર્ટ મીટર રહીશો ના પાડે છે તેમ છતાં તમારા કર્મચારી લોકોના ઘરમાં જબર જસ્તી થી પ્રવેશ કરી અને તેમના મીટરો બદલી રહ્યા હોવાનું જણાવી સ્માર્ટ મીટરના કારણે લોકોને વધારે બિલ આવવાનો ભય સતાવી રહ્યો છે. ત્યાર રહીશોની મંજૂરી વગર આવા સ્માર્ટ મીટરો ગ્રાહક ના ઘરે ન લગાવવા રજૂઆત કરતાં અધિકારી એ ફરજ પરના કમૅચારી ને સુચના આપી પ્રાર્થના વિહાર સોસાયટી માંથી સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા બંધ કરાવતા રહીશોએ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ દીપકભાઈ પટેલ, દિનેશસોલંકી,અમરત પટેલ, યાસીન સુમરા, દિનેશ ભીલ, હર્ષદ વર્મા, મુકેશ
મીરચંદાણી, સુરેશ પરમાર સહિતના કાર્યકરો નો આભાર વ્યકત કર્યો હતો.
અહેવાલ : યશપાલ સ્વામી
- પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
- Income Tax Recruitment 2025 । Income Tax વિભાગમાં લેખિત પરીક્ષા વગર નોકરીની તક
- બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
- રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો