પ્રાકૃતિક ખેતીમાં પોષક તત્વોની આપૂર્તિ અંગેની સંપૂર્ણ માહિતી
Natural farming : પ્રાકૃતિક ખેતીએ ઓછા ખર્ચવાળી આધ્યાત્મિક ખેતી પદ્ધતિ છે. રાસાયણિક અને જૈવિક ખેતી પદ્ધતિ ખર્ચાળ છે. જ્યારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કુદરતી ખેતી પદ્ધતિ છે. ખેતી પાકોના સારા વિકાસ તેમજ વધુ ઉત્પાદન લેવા માટે ૧૮ પોષક તત્વોની જરૂરિયાત હોય છે. જો ૧૮ પોષક તત્વોમાંથી એક પણ પોષક તત્વોની ખામી રહી જાય તો બાકીના ૧૭ પોષક તત્વોનો લાભ ખેતી પાકોને પૂરતો મળતો નથી.
સપ્તધાન્યાંકુર અર્ક એ એક પ્રાકૃતિક ખેતી ઉત્પાદન છે જે ફળ, શાકભાજી અને દાણાની ગુણવત્તા અને ઉત્પાદન વધારવા માટે વાપરવામાં આવે છે. જેને બનાવવાની પદ્ધતિ આ મુજબ છે.
૧. એક વાટકીમાં ૧૦૦ ગ્રામ તલ (કાળા અથવા સફેદ) લઈને તેને પાણીમાં પૂરા ડુબે એટલું પાણી લઈને પલાળો.કપડાંથી ઢાંકીને રાખો.
૨. બીજા દિવસે સવારે બીજી મોટી વાટકીમાં ૧૦૦ ગ્રામ મગ + ૧૦૦ ગ્રામ અડદ + ૧૦૦ ગ્રામ ચોળા + ૧૦૦ ગ્રામ મસૂર + ૧૦૦ ગ્રામ ચણા + ૧૦૦ ગ્રામ ઘઉં આમ છ પ્રકારના દાણા લઈને તેને ભેગા કરો.
૩. તેમાં એટલું પાણી નાખો કે બધા જ દાણા પાણીમાં સારી રીતે પલળી શકે.પછી આ વાટકી સુરક્ષિત જગ્યા ઉપર રાખો.
૪. બીજા દિવસે બધા જ પલાળેલા દાણા તલ સહિત એક ભીના કપડામાં બાંધો.
૫. તે પોટલી ઘરમાં અંકુરણ થવા માટે લટકાવીને રાખી દો.(જે પાણીમાં આ સાતે પ્રકારના દાણા પલાળ્યા હતા તે પાણીને સાચવી રાખો તે પાણી મહત્ત્વપૂર્ણ છે)
૬. હવે જે દિવસે પોટલી અંદરના દાણામાં ૧ સેન્ટિમીટર જેટલા લાંબા અંકુર ફૂટે,તે દિવસે પોટલીમાંથી બધા જ દાણા કાઢીને તેની ખાંડણીયામાં ચટણી બનાવો(મિક્સર ગ્રાઈન્ડરનો ઉપયોગ ન કરવો તેમાં ગરમી પેદા થાય છે જૈથી અંતઃસ્ત્રાવો ઊડી જાય છે)
૭. પછી ૨૦૦ લીટર પાણી લો,તેમાં ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર નાખો.
૮. જે પાણીમાં દાણા પલાળ્યા હતા,તે પાણી પણ આમાં ઉમેરો અને તેને લાકડીથી હલાવો પછી તેની સાથે દાણાની ચટણી ઉમેરો.
૯. તે ચટણી આ પાણીમાં આંગળીથી ચોળીને સારી રીતે ભેળવી દો.
૧૦. ફરી એક વખત હલાવો,સ્થિર થયા પછી,તેને બે કલાક કોથળાથી ઢાંકીને રાખી મૂકો.
૧૧. આ બે કલાકમાં રાસાયણિક બંધ તૂટીને અણુ વિનિમય થઈ જશે.
૧૨. પછી દ્રાવણને કપડાથી ગાળી લો અને શક્ય તેટલી ઝડપથી તેનો છંટકાવ કરો.
આ દ્રાવણ બન્યા પછી ૨૪ કલાકની અંદર તેનો ઉપયોગ કરવાનો છે. આ સપ્તધાન્યાંકુરના છંટકાવથી ફળ અને દાણાની સાઈઝ વધે છે, ચમક આવે છે. ફળ અંદરથી પૂરી રીતે ભરાઈ જાય છે. ફળોનાં ડિટ મજબૂત બને છે. તેના પરિણામે ફળ ખરતાં નથી, સ્વાદ અને સુગંધ વધે છે તેમજ ઉત્પાદન પણ વધે છે.
પાકના દાણા દુગ્ધ અવસ્થામાં (milking stage) હોય, તે સમયે આ સપ્તધાન્યાંકુરનો છંટકાવ પાક ઉપર કરવાનો છે. છંટકાવ સમયે તેમાં પાણી ભેળવવાનું નથી. જેવો છે તેવી જ સ્થિતિમાં છંટકાવ કરવાનો છે. ફળ ઝાડ ઉપર ફળો લાગવાની શરૂઆત થાય ત્યાર પછી ફળ ઉપર અને પાન ઉપર ૨૦૦ લીટર સપ્તધાન્યાંકુરનો પ્રતિ એકર એક મહિનામાં ઓછામાં ઓછા એક વખત છંટકાવ કરવાનો છે. પાણી ભેળવવાનું નથી. ફૂલની ખેતીમાં જ્યારે ફૂલ કળી અવસ્થામાં હોય છે, ત્યારે પ્રતિ એકર ૨૦૦ લીટર સપ્તધાન્યાંકુર અર્કનો છંટકાવ કરી દો. લીલાં શાકભાજી પાલક, મેથી કાપ્યા પછી પાંચ દિવસમાં સપ્તધાન્યાંકુર ૨૦૦ લીટર પ્રતિ એકર છંટકાવ કરો, પાણી ભેળવવાનું નથી.
- SBI Clerk Recruitment 2025 । સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ભરતી
- Recruitment in Indian Air Force 2025 । ભારતીય વાયુ સેનામાં અગ્નિપથ યોજના અંતર્ગત ભરતી
- વીર મેઘમાયા ની ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરાતા પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીનું સન્માન કરાયુ
- પાટણ એલસીબી પોલીસે રીક્ષા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે ઝડપી લીધો