પાટણના શખ્સે ઇડરની યુવતીને પ્રેમસંબંધમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
સરસ્વતી તાલુકાનાં એક શખ્સે ઇડરની એક યુવતીને પોતાનાં ઘરે લાવીને તેની સાથે વારંવાર દુષ્કર્મ કરતાં તે ગર્ભવતી બની હતી. બાદમાં તેને તેનાં ઘરે ખાતે મૂકી આવીને શખ્સના પિતાએ યુવતીને ગર્ભપાત કરાવી લેવાની ધમકીઓ આપી હતી. જે અંગેની યુવતીએ પોતાના વતનમાં ઝીરો નંબરથી ફરીયાદ નોધાવી હતી. પરંતુ આ બનાવ સરસ્વતીનાં વાગડોદ પોલીસ સ્ટેશનની હદમાં બનેલો હોવાની ત્યાંની પોલીસે આ ફરીયાદ વાગડોદ પોલીસ ખાતે મોકલતા પોલીસે યુવતી સાથે દુષ્કર્મ આચરનારા શખ્સ તથા તેના અન્ય સામે આઇપીસી 376/323/507(2) મુજબ ગુનો નોંધ્યો હતો.
આ અંગેની મળતી માહિતી મુજબ સરસ્વતી તાલુકાનાં એક શખ્સે તા. 1-3-22 થી તા. 23-1-23 દરમ્યાન ઈડર ગામે રહેતી 29 વર્ષની એક યુવતીને પ્રેમ સંબંધમાં ફસાવીને તેને લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી હતી અને તેને મારઝુડ કરીને તેને તેનાં ઘરે ઇડર ખાતે મુકી આવ્યા હતા ને એક શખ્સે તેને ગર્ભપાત કરાવી લેવાની ધમકી આપી હતી તેવો આક્ષેપ કરતી ફરીયાદ નોંધાવી હતી.
- પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
- દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
- PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
- હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ