બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ જિલ્લાની જુદી-જુદી પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થો જેવા કે, ઘી, મીઠા માવાના નમુનાઓ લઈને ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલાવેલા હતા.
ફૂડ લેબોરેટરી દ્વારા સદર નમુનાઓ ધારા ધોરણ મુજબ ન હોવાનુ જાહેર થયેલ હતું. તેથી ફુડ સેફ્ટી વિભાગ દ્વારા લેવામાં આવેલ નમુનાઓને સંલગ્ન તમામ જવાબદારો સામે જિલ્લાના એડજ્યુડિકટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરની કોર્ટ સમક્ષ કેસ દાખલ કરાયો હતો. જે તમામ કેસો ચાલી જતાં કોર્ટ દ્વારા સંલગ્ન તમામ જવાબદારોને દંડનીય કાર્યવાહી હાથ ધરાઇ છે. દાખલ કરાયેલા કુલ 10 કેસોમાં કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ કરાયો હતો.
- પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
- દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
- PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
- હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ